મોરબી : રઘુવંશી યુવક મંડળ આયોજિત ભાગવત સપ્તાહનો આજથી શુભારંભ

- text


મોરબી : મોરબીના રઘુવંશી યુવક મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન આજે તા. 27 ડિસેમ્બરથી તા. 2 જાન્યુઆરી સુધી રઘુવંશી ધામ, 8-કાયાજી પ્લોટ ખાતે સવારે 9-30થી 12-30 તથા બપોરે 3-30થી 6-30 સુધી કરાવમાં આવેલ છે. ભાગવત કથાના વિવિધ પ્રસંગોનું રસપાન વ્યાસપીઠ સ્થાનેથી કથાકાર નરેશભાઈ રાજ્યગુરુ દ્વારા કરાવવામાં આવી રહ્યું છે.

- text

ભાગવત સપ્તાહ અંતર્ગત પોથીયાત્રા આજે સવારે 9 કલાકે જલારામ મંદિરેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં આશરે 500થી વધુ લોકો જોડાયા હતા. શોભાયાત્રા બેન્ડવાજા તથા આતશબાજી સાથે ધામધૂમથી નીકાળવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કથા સપ્તાહ દરમિયાન તા. 28ના રોજ અંધ-અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટ – વાંકાનેરના લાભાર્થે રાતે 9-30 કલાકે શ્રીનાથજીની ઝાંખી, તા. 29ના રોજ રાતે 9-30 કલાકે અપૂર્વમુનિનું પ્રવચન, તા. 31ના રોજ રાતે 9-30 કલાકે જલારામ બાપાના પરચા જેવા કાર્યક્રમ રાખવામાં આવેલ છે. કથામાં સમાજની વિવિધ સંસ્થાઓએ સહયોગ આપ્યો છે. આજે બહોળી માત્રામાં કથા રસપાનનો લ્હાવો લીધો હતો.

- text