મોરબીમાં જાન્યુઆરીમાં યોજાનારા યુવા જ્ઞાનોત્સવ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધાની તારીખો જાહેર

- text


મોરબી : મોરબી યુવા જ્ઞાનોત્સવ સમિતિ દ્વારા આગામી તા. ૧૦થી ૧૨ જાન્યુઆરી દરમિયાન પટેલ સમાજ વાડી, મોરબી ખાતે મોરબી યુવા જ્ઞાનોત્સવ – 2020નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી યુવા જ્ઞાનોત્સવ અંતર્ગત શાળા અને કોલેજોના છાત્રો તેમજ ઓપન કેટગરી અંતર્ગત જુદા-જુદા વય જૂથની કેટેગરીમાં વક્તૃત સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધાની તારીખો જાહેર કરવામાં આવેલ છે.

ઓપન એઈજ ગ્રુપ 18થી 35 વર્ષ વયજૂથ તા. 28/12/2019 પી. જી. પટેલ કોલેજ, મહેશ હોટેલની બાજુમાં, શનાળા રોડ, મોરબી ખાતે સવારે 8.00 વાગ્યાથી શરુ થશે.

જયારે 15 વર્ષથી નીચેના વયજૂથના શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તા. 31/12/2019ના રોજ નિર્મલ વિદ્યાલય, કેનાલ પાસે, મોરબી ખાતે બપોરે 1.00 વાગ્યાથી વકતૃત્વ સ્પર્ધા યોજાશે.

તેમજ ૧૫ વર્ષથી વધુ વયજુથ (શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે) તા. 02/01/2020ના રોજ સવારે 8.30 વાગ્યાથી સાર્થક વિદ્યા મંદિર, સામા કાંઠે, મોરબી-2 ખાતે વકતૃત્વ સ્પર્ધા યોજાશે.

જે અંતર્ગત વકતૃત્વ સ્પર્ધામાં ૧૫ વર્ષથી નીચેના વય જૂથમાં નીચે મુજબના વિષય રાખવામાં આવ્યા છે.

1. યે દેશ માંગે મોર…
2. મસાલ બનો..મિશાલ બનો..
3. પર્યાવરણ જાળવણી અને વ્યક્તિગત દાયિત્વ
4. ટ્રાફિક નિયમોના લાભાલાભ

૧૫ વર્ષથી વધુ વયજુથ (શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે)ના વિષયો

- text

1. રાષ્ટ્રીય એકતા અને અખંડીતતા માટે ઇતિહાસનો અભ્યાસ
2. આજનો યુવાન નૈતિક મૂલ્યો અને સામાજિક જવાબદારીઓ
3. આધુનિકતાના વ્યશને આંતરિક જગતને લૂણો લગાડ્યો
4. ફેશન પ્રગતિ કે અધોગતિ?

એ જ રીતે ઓપન કેટેગરીમાં પણ 18 થી 35 વર્ષના તમામ લોકો માટે વર્તમાન સમયને વણીને વિષયો રાખવામાં આવ્યા છે.

1. વિભક્ત કુટુંબ: એક સામાજિક દુષણ
2. અધ્યાત્મની અરુચિ એટલે અધોગતિ
3. જ્ઞાનનો મહિમા
4. ગાંધી વિચાર દોહન (૧૫૦મી જન્મ જ્યંતી નિમિતે)

વક્તૃત્વ સ્પર્ધાનો સમય 5 (પાંચ) મીનિટનો રહેશે. આ સ્પર્ધામાં ત્રણેય વયજુથ વિભાગમાંથી 1 થી 3 નંબર પ્રાપ્ત કરનનાર સ્પર્ધકોને તા. 10 થી 12 જાન્યુઆરી, 2020ના રોજ યુવા જ્ઞાનોત્સવમાં પટેલ સમાજ વાડી ખાતે વક્તવ્ય આપવાનું રહેશે અને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવશે.

- text