મોરબી : ૩૨ દીવંગતોના અસ્થિઓનુ સોમનાથ ખાતે વિસર્જન કરવા જલારામ મંદિરની ટીમ રવાના

- text


ગ્રહણ પહેલા સામુહીક અસ્થિ વિસર્જનની શાસ્ત્રોક્ત પરંપરા જાળવી રખાશે

મોરબી : મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવાની સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે. ત્યારે જલારામ મંદિરની ટીમ આજે બિનવારસી સહિતના કુલ ૩૨ દિવગતોના અસ્થિઓ એકઠા કરીને આ અસ્થિઓનું સોમનાથ ખાતે સામુહિક વિસર્જન કરવાના રવાના થઈ છે અને સૂર્ય ગ્રહણ પહેલા આવતીકાલે સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે ૩૨ અસ્થઓનું શસ્ત્રોકત વિધિ મુજબ સામુહિક વિસર્જન કરવામાં આવશે. મોરબીમાં જલારામ મંદિર દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ બિનવારસી મૃતદેહો અને સમય તથા નાણાના અભાવે પોતાના દિવંગત સ્વજનોના અસ્થિઓનું વિસર્જન ન કરવા જઈ શકતા લોકોના દિવંગત સ્વજનોના અસ્થિઓનું સોમનાથ ખાતે સામુહિક વિસર્જન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૫ બિનવારસી સહિત કુલ ૩૨ દિવગતોના અસ્થિઓ એકઠા થયા હતા. જો કે હીન્દુ ધર્મની પરંપરા મુજબ ગ્રહણ પહેલા દીવંગતોના અસ્થિઓનુ વિસર્જન કરવુ અનિવાર્ય હોય છે. ત્યારે આગામી તા.૨૬ ડીસેમ્બરના રોજ સુર્ય ગ્રહણ હોય મોરબી જલારામ મંદીર દ્વારા તા.૨૫ને બુધવારના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમમા સામૂહીક અસ્થિ વિસર્જન કરવામા આવશે. તા.૨૪ને મંગળવારના રોજ મોરબીના તમામ સ્મશાનેથી અસ્થિઓ એકત્રિત કરી વિદ્યુત સ્મશાન ખાતે લઈ જવામા આવ્યા હતા. જ્યાં શાસ્ત્રોક્ત વિધી સંપન્ન થયા બાદ સંસ્થાના અગ્રણીઓ સોમનાથ જવા રવાના થયા.

- text

આ ભગીરથ કાર્યમા સંસ્થાના અગ્રણી ગીરીશ ભાઈ ઘેલાણી, હીતેશ જાની, પોલા ભાઈ પટેલ, ચિરાગ રાચ્છ, જયેશ ભાઈ કંસારા, જે.આઈ.પુજારા, કીશોરભાઈ ઘેલાણી, કીર્તિભાઈ પાવાગઢી, અશોકભાઈ પાવાગઢી, જગદીશભાઈ કોટક, મુકુંદભાઈ મીરાણી, રમેશભાઈ બુધ્ધદેવ, નરેન્દ્રભાઈ રાચ્છ, કાજલબેન ચંડીભમર, સંજય બોરીચા, કમલેશ ભોજાણી,મનિષ પટેલ, ચિરાગ વોરા,નંદલાલ રાઠોડ, નિર્મિત કક્કડ, ફીરોઝભાઈ સહીતના જોડાયા હતા.

- text