ટંકારા : નવા ઝાપે નાલુ મુકવા તથા ઓવરબ્રિજનું કામ ઝડપી કરવાની માંગ સાથે રેલી યોજાઈ

- text


ટંકારા ગામ સમસ્તના નેજા હેઠળ મામલતદારને આવેદનપત્ર પાઠવાયું : 8 દિવસમાં માંગણી ન સંતોષાઈ તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી

ટંકારા : ટંકારના લતીપર ચોકડીએ ઓવરબ્રિજના કામને કારણે સ્થાનિક ગ્રામજનોને ભારે હાલાકી પડે છે.ખાસ કરીને કામ ધીમી ગતિએ થતું હોવાથી અવારનવાર અકસ્માત સર્જાઈ છે.આ કામના લીધે સ્થાનિક ગામલોકોને ભારે હાડમારી વેઠલી પડતી હોવા છતાં જવાબદાર તંત્રએ મચક ન આપતા આજે ટંકારા સમસ્ત ગામના નેજા હેઠળ માજી સરપંચ, આગેવાનો યુવાનો અને ગ્રામજનો દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને બાદમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં નવા ઝાપા પાસે ગરક નાલુ બનાવવાની 8 દિવસમાં કાર્યવાહી ન થાય તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપી છે.

- text

ટંકારામાં લતીપર ચોકડી પર ઓવરબ્રિજ મામલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.ઓવરબ્રિજનું કામ છેલ્લા બે વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યું છે.બે વર્ષથી ગોકળ ગતિએ ઓવરબ્રિજ પુલનું કામ ચાલુ છે.ટંકારા અને રાજકોટ હાઇવે પર બની રહેલા ઓવરબ્રિજના કારણે અનેક અકસ્માત સર્જાય છે.ટંકારા રાજકોટ હાઇવે પર લતીપર ચોકડી પર ચાલી રહેલ ઓવરબ્રિજના કામમાં નાલું મુકવા અને ઓવરબ્રિજ નું કામ ઝડપી શરૂ કરવા માંગ કરાઈ છે.ટંકારા મામલતદારને આવેદનપત્ર પાઠવીને ઓવરબ્રિજનું કામ ઝડપી બનાવવાની માંગ કરાઈ છે.અને 8 દિવસમાં આ બાબતે યોગ્ય કાર્યવાહી ન થાય તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપી છે.

- text