મોરબીમાં CAAના સમર્થનમાં સાંસદ કુંડારીયાની આગેવાનીમાં રવિવારે વિશાળ રેલી

- text


સાગરભાઈ સદાતિયા સહિતના રાષ્ટ્રપ્રેમી યુવાનોનું આયોજન : 700 કાર અને 1000 જેટલા બાઇક જોડાશે

મોરબી : મોરબીમાં આગામી રવિવારે રાષ્ટ્રપ્રેમી યુવાનો દ્વારા નાગરિકતા સંશોધન કાયદાને આવકારવા માટે સાંસદ મોહનભાઇ કૂંડારીયાની આગેવાની હેઠળ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબીમાં CAAના સમર્થનમાં સાગરભાઈ અદાતિયા સહિતના રાષ્ટ્રપ્રેમી યુવાનો દ્વારા આગામી તા.22ને રવિવારના રોજ સવારે 9 કલાકે માર્કેટિંગ યાર્ડથી મહારાણા પ્રતાપ સર્કલ સુધી વિશાળ રાષ્ટ્રહિત લોકજાગૃતિ મહારેલી યોજવામાં આવનાર છે. આ રેલી સાંસદ મોહનભાઇ કુંડારિયાની આગેવાની તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાની ઉપસ્થિતિમાં યોજાનાર છે. આ રેલીમાં 700થી વધુ કાર અને 1000થી વધુ બાઇક જોડાશે.

- text