મોરબીની સબજેલ બની સરસ્વતીનું ધામ : 13 કેદીઓ ધો. 10-12ની પરીક્ષા આપશે

- text


સબ જેલમાં કેદીઓને સાક્ષર બનાવવા માટે ચાલતું અભિયાન : કેદીઓની વાંચનભૂખ સંતોષવા માટે અદ્યતન પુસ્તકાલય : જેલ તંત્ર દ્વારા કેદીઓના ઉતકર્ષ માટે કરાતી વિવિધ રચનાત્મક પ્રવૃતિઓ

મોરબી : મોરબીની સબ જેલમાં જાણ્યે અજાણ્યે ગુનાઓ કરીને સજા ભોગવતા કેદીઓને જેલ જેવું વાતવરણ ન લાગે અને ભવિષ્યમાં સારા માણસ બની શકે તે માટે જેલતંત્ર દ્વારા કેદીઓના ઉતકર્ષ માટે વિવિધ રચનાત્મક પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. ખાસ કરીને જેલના કેદીઓને સાક્ષર બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેને માટે અદ્યતન લાયબ્રેરી વસાવવામાં આવી છે. જેમાં જેલના કેદીઓ પુરી લગનથી વાંચી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જેલ તંત્રના ઉમદા પ્રયાસોથી જેલના કેદીઓને સાક્ષર બનાવવા માટે પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. હવે જેલના 13 જેટલા કેદીઓ આગામી ધો 10-12ની પરીક્ષા આપશે. મોરબીની સબજેલમાં હાલ વિવિધ ગુનાના આરોપસર સ્ત્રીઓ સહિતના કુલ 227 કેદીઓ સજા ભોગવી રહ્યા છે.ત્યારે આ કેદીઓનું માનસ પરિવર્તન થાય તે માટે જેલમાં સજા ભોગવતા ન હોય તેવું સુંદર વાતાવરણની અનુભૂતિ કરાવવા માટે જેલર એલ.વી.પરમાર સહિતના સમગ્ર જેલતંત્ર દ્વારા સમયાંતરે યોગા, હવન, આધ્યાત્મિક સહિતની અનેક પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. ખાસ કરીને કેદીઓને સાક્ષર બનાવવા માટે એક નવતર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. હાલ 14 જેટલા કેદીઓને સાક્ષર બનાવવા માટે પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેમાંથી 13 જેટલા કેદીઓ આગામી ધો.10-12ની બોર્ડની પરીક્ષા આપશે. જેની તૈયારીઓ અત્યારે કરવામાં આવી રહી છે. સાક્ષરતા અભિયાનમાં જ કેદીઓને અભ્યાસ કરાવામાં આવે છે.

- text

કેદીઓને અભ્યાસ અને મનગમતા પુસ્તકો વાંચી શકે તે માટે જેલની અંદર લાઈબ્રેરી વિકાસવામાં આવી છે. આ લાઈબ્રેરીમાં 1772 જેટલા વિવિધ વિષયોના રસાળ પુસ્તકોનો ખજાનો ઉપલબ્ધ છે. તેમજ 312 જેટલા મેગેઝીનો અવેલેબલ છે. જ્યારે 13 જેટલા કેદીઓ ધો.10-12ની બોર્ડની પરીક્ષા રાજકોટ આપવા માટે જશે. એકંદરે જેલના કેદીઓને જેલ જેવું નહિ પણ એક સુંદર અલોલિક વાતાવરણ રહેતા હોવાની અનુભીતિ થાય છે. કેદીઓ ગુના કર્યા બાદ તેમન મનનું પરિવર્તન થાય અને સભ્ય સમાજનો ભાગ બનીને મોભાદાર જીવન જીવી શકે તે માટે જેલતંત્ર દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરીને અથાક પ્રયાસો કરવામાં આવે છે.

- text