મોરબી : જીવલેણ અકસ્માતના ગુનાનો આરોપી પકડાયો

- text


મોરબી : મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જીવલેણ અકસ્માતના ગુનામાં છેલ્લા સાડા ત્રણેક વર્ષથી નાસતો ફરતો આરોપી પકડી પાડવામાં આવ્યો હતો.

- text

મોરબી એસ.ઓ.જી. ટીમના પોલીસ હેડ કોન્સ્ટેબલ ફારૂકભાઈ ચાકૂબભાઈને ખાનગી રાહે બાતમી મળતા એસ.ઓ.જી. ટીમ દ્વારા આરોપી ભૂરા ખીમા અમલીયાર (ઉંમર વર્ષ 31, ધંધો મજૂરી, મૂળ રહે. હિંમતગઢ, તા. કાલીદેવી જી. ઝાબુઆ, મધ્યપ્રદેશ, હાલ રહે. ભૂંગડા, તા.જિ. રાજકોટ ખાતે)ને પકડી ધોરણસરની અટક કરી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવેલ છે.

- text