મોરબી : DDOને સ્વભંડોળમાંથી 25 કામોની યાદી સૂચવતા જિલ્લા પંચાયત પ્રમુખ

- text


મોરબી : મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી 25 કામોની યાદી વિવિધ ગામોના સરપંચ મારફત જિલ્લા વિકાસ અધિકારીને સૂચવવા માટે આપવામાં આવી છે. જે યાદી જિલ્લા વિકાસ અધિકારીને સંબોધીને આ કામો હાલ 20 લાખ સુધીની મર્યાદામાં સૂચવવા માટે તેમજ આગામી તા. 14 ડિસેમ્બર સુધી પહોંચતી કરવા સૂચના અપાઈ છે. જેથી, આગામી સામાન્ય સભામાં સમય મર્યાદામાં કામ પૂર્ણ કરી શકાય.

- text

(1) વરસાદી પાણીના સંગ્રહ માટેના કામો લઇ શકાશે. જેવા કે શાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગ્રામ પંચાયત હસ્તકની જાહેર જગ્યાઓએ ભૂગર્ભમાં પાણી ઉતારવાની યોજના તથા મોટા ટાંકા બનાવી ભૂગર્ભના જળ સંચય કરવાની યોજના પરંતુ કુવા ઊંડા કરવાના કામો કરી શકાશે.
(2) પીવાના પાણીની વ્યવસ્થા કરવી
(3) ગ્રામ પુસ્તકાલયો બનાવવા અને નિભાવવા
(4) ભૂગર્ભ ગટર યોજના બનાવવી
(5) ઘન કચરા માટે કંપોસ્ટીંગ સાઈટ બનાવવી, ઘન કચરા નિકલની વ્યવસ્થા
(6) ગ્રામ્ય એપ્રોચ રોડ બનાવવો
(7) ગ્રામ પંચાયત વિસ્તારમાં ગ્રામ હાટ બનાવવો
(8) ગ્રામ પંચાયત વિસ્તારમાં વીજળીકરણની સુવિધા કરવી, જેમાં એલ.ઈ.ડી.ને અગ્રતા આપવી
(9) ગ્રામપંચાયત હસ્તકના મકાનો માટે વસ્તીના ધોરણને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલ નીતિ મુજબ બાંધકામ અને અપગ્રડેશન કરવું
(10) આંગણવાડીના મકાન અને શાળાના ઓરડા બનાવવા માટે ઉપયોગ કરી શકાશે
(11) સિનિયર સિટિઝનને બેસવા માટે બાંકડા મૂકી શકાય
(12) સીસીટીવીના માધ્યમથી સિક્યુરિટી સિસ્ટમ મેનેજમેન્ટ અને મેઇન્ટેનન્સ કરી શકાય તેવી વ્યવસ્થા કરવી
(13) ઉકરડા દૂર કરવા
(14) સાર્વજનિક રસ્તાઓ તથા તળાવના કિનારે વૃક્ષારોપણ
(15) પક્ષીઓ માટે ચબુતરો
(16) વરસાદી પાણીના સંગ્રહ માટે ભૂગર્ભમાં પાણી ઉતરવાની યોજના
(17) બે ગામોના રસ્તો અને પુલોને અગ્રતા આપવી
(18) મોટા રસ્તાઓને મળતા નાના ગ્રામ્ય વસ્તારના રસ્તાઓને બાંધકામ અને સંભાળ માટેના કામો
(19) નાની સિંચાઇના કામો શરુ કરી પાણી આપતીનહેરોની દેખરેખ રાખી વધારે જમીન સિંચાઈ હેઠળ આવે તેવી કાર્યવાહી કરવી
(20) બે કરતા વધારે ગામોના જૂથ માટે પીવાના પાણીના પુરવઠાનો પ્રબંધ કરવા તથા જાળવણી કરવા
(21) જિલ્લા પંચાયતને સુપ્રત થયેલા રસ્તાઓ બાંધવા તથા નિભાવવા
(22) પંચાયત વસ્તારમાં આરોગ્યની દ્રષ્ટિએ લોકોં સુખાકારી માટે દવાખાના સ્થાપવા અને નિભાવવા
(23) તળાવો અને બંધારાથી નહેર દ્વારા સિંચાઈ કરવાના કામો
(24) વજળીકરણને લગતી બિન પરંપરાગત ઉર્જા સાધનો અને સૂર્યશક્તિથી સામુહિક રીતે ફાયદો થઇ શકે તેવા કામો લઈ શકશે પરંતુ સામાન્ય રીતે સોલાર લાઈટનો સમાવેશ થાય તેવા કામો લઇ શકાશે નહિ
(25) જિલ્લાની મોટી સામુહિક યોજના માટે મેચિંગ ગ્રાન્ટ તરીકે ઉપયોગ કરી શકાશે

- text