મનોદિવ્યાંગ બાળકોએ વૈદિક યજ્ઞ કરી આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ ઉજવ્યો

- text


મોરબી : વર્ષ 1976માં યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલીમાં નક્કી થયું હતું કે 1981ને આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ વર્ષ તરીકે ઉજવવું. આથી 1976થી 1981ના વચ્ચેના પાંચ વર્ષમાં તેની તૈયારીઓ થઈ . ત્યાર બાદ દિવ્યાંગતા ધરાવતા લોકો વિશે સમાજમાં સમજણ વધે તેમના પ્રશ્નો વિશે સંવેદનશીલતા વધે તથા તેમના ગૌરવ , અધિકારો અને સુખાકારી માટે સમાજનું સમર્થન મળે તે હેતુથી 1992માં યુનાઇટેડ નેશન દ્વારા 3 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ જાહેર કરવામાં આવ્યો ત્યારથી દર વર્ષે 3 ડિસેમ્બરના દિવસે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

- text

મોરબીમાં પંચાસર રોડ ઉપર, ગીતામિલની બાજુમાં, મુનનગર રોડ પર, નોબેલ ટાઇલ્સમાં જેપુરના સ્વ. મહાદેવબાપા સાણજા પરિવારના ભરતભાઇ મહાદેવભાઈ સાણજા તરફથી મનો દિવ્યાંગ બાળકો માટે નિઃશુલ્ક સેવા વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સ્થળે આંતરરાષ્ટ્રીય મનોદિવ્યાંગ દિવસના ઉપલક્ષમાં મનોદિવ્યાંગ બાળકો પાસે વૈદિક યજ્ઞ કરાવવામાં આવ્યો હતો. મોરબીમાં આ ક્ષેત્રે જાગૃતતા સાથે સાચી સમજ કેળવાય તે માટે પેરેન્ટ્સ મિટિંગનું આયોજન કરવામાં આવનાર છે.

- text