“મિશન ઇન્દ્રધનુષ્ય 2.0” હેઠળ 2 વર્ષ સુધીના બાળકો માટે રસીકરણ કાર્યક્રમની શરૂઆત

- text


મોરબી : ગુજરાત સરકારે 2 ડિસેમ્બરને સોમવારથી “મિશન ઇન્દ્રધનુષ્ય 2.0” અંતર્ગત 0થી 2 વર્ષના એવા બાળકો માટે સઘન રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે કે જે બાળકો તમામ રસી લેવાથી ચુકી ગયા હોય અથવા વચ્ચેથી રસી લેવાનું છોડી દીધું હોય.

- text

આ કાર્યક્રમ અંતર્ગત મોરબીમાં સઘન રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મોરબી જિલ્લાના મુખ્ય અધિકારી ડૉ. જે. એલ. કતીરા, આર.સી.એચ.ઓ. ડૉ. વિપુલ કારોલીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. રાહુલ એન કોટડીયા, WHO અધિકારી, વેકસીન કોલ્ડ ચેઇન મેનેજર વિજયભાઈ વાઘેલા TVH મેડિકલ ઓફિસર, પ્રજાપત આંગણવાડી વર્કર, હેલ્પર સહિત વીસીપરા અર્બન હેલ્થ સેન્ટરના તમામ કર્મચારીગણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો હતો.

- text