મોરબી : પાણી પુરવઠા બોર્ડમાં ફરજ બજાવતા ડી. જી. સાદરીયાને માનભેર વિદાય અપાઈ

- text


મોરબી : મોરબી પાણી પુરવઠા બોર્ડ, ગુજરાતમાં ફરજ બજાવતા ડી. જી. સાદરીયા વય મર્યાદા પુરી થતા તા. 30 નવેમ્બરના રોજ નિવૃત થતા જલસેવા પરિવાર – મોરબી તરફથી તેઓને કા. ઈ. શશી વાઘેલાના અધ્યક્ષ સ્થાને વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ના. કા. ઈ. જાડેજા સાહેબે ડી. જી. સાદરીયાને સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવેલ હતા. તેમજ જલસેવા પરિવાર તરફથી તેઓને મોમેન્ટો અર્પણ કરી વિદાય આપવામાં આવી હતી.

- text

આ કાર્યક્રમમાં ના. કા. ઈ. એન. એમ. પંડ્યાએ જણાવ્યું હતું કે ડી. જી. સાદરીયાએ મોરબીમાં 36 વર્ષની ફરજ દરમિયાન અનેક યોજનાઓ અંતર્ગત પાણી પુરવઠો પૂરો પાડવાની કામગીરીમાં સતત હાજર રહીને કાર્ય કર્યું હતું. ગમે તેવા ચેલેંજિંગ કર્યો પણ તેઓ કોઠાસુઝથી પૂર્ણ કરી શકતા હતા. હવે તેમની ખોટ વર્તાશે. ના. કા. ઈ. ઢેઢી સાહેબે જણાવ્યું હતું કે ડી. જી. સાદરીયાની કામગીરી ઇમર્જન્સી કામમાં હુકમના એક્કા સમાન હતી. હવે પાણી પુરવઠા બોર્ડમાંથી એક હીરો જાય છે. આ ઉપરાંત, ના. કા. ઈ. રાઠોડ સાહેબે જણાવ્યું હતું કે ડી. જી. સાદરીયાએ દરેક ગામને નિયમિત પાણી પુરવઠો આપવા માટે ખંતથી મહેનત કરી છે, જે તેનો સ્વભાવ છે. તેમજ ના. કા. ઈ. ખ્યાતિબેન હરણિયાએ જણાવ્યું હતું કે ડી. જી. સાદરીયા પાસે કામગીરી કરવાની આગવી ઢબ છે. આ કાર્યક્રમના અંતે મેઘ શાહે આભારવિધિ કરી હતી.

- text