મોરબી : 60 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો

- text


મોરબી : ગત મોડી રાત્રે મોરબી એલસીબીએ 60 બોટલ વિદેશી દારૂ ભરેલી એક કારને ઝડપી પાડી એક આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી LCBને મળેલી ચોક્કસ બાતમીને આધારે ખાખરેચી દરવાજા બેઠા પુલના છેડે ગોઠવવામાં આવેલી વોચ દરમ્યાન મોડી રાત્રે 12 વાગ્યાના સુમારે નીકળેલી અલ્ટો કાર અટકાવી તલાશી લેતા કારમાંથી એક શખ્સને 60 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લીધો છે. મયુર ઉર્ફે ટકા ઉર્ફે ઘુંચરી બટુકભાઈ વાઘેલા ઉં. વ. 31, રહે. ભાગ્યલક્ષમી સોસા. ધરમપુર રોડ, મોરબી 2 વાળાને 1 લાખની કિંમતની કાર અને 19,440ના દારૂ સહિત કુલ 1,19,440ના મુદ્દામાલ સાથે અટકાયત કરી મોરબી સીટી એ.ડીવી.ના હવાલે કરાયો છે. આરોપી આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો, કોને આપવાનો હતો, કેટલા સમયથી ધંધો કરે છે અને તેની સાથે કોણ સંડોવાયેલું છે એ સહિતના મુદ્દે અટક કરેલા આરોપીની મોરબી એ.ડીવી. પોલીસે પૂછપરછ ચાલુ કરી છે.

- text

- text