મોરબીમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લીગલ અવેરનેસ રેલી યોજાઈ

- text


મોરબી : ગત તા. 26 નવેમ્બરના રોજ દેશના સંવિધાનને 70 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી રૂપે (NALSA) સુપ્રીમ કોર્ટની સૂચના મુજબ મોરબી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ લીગલ અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ન્યાયાધીશ, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, જિલ્લા શિક્ષણ અધિકારી, સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પોલીસ જવાનો ચીફ ઓફિસરો તેમજ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં નવયુગ લો કોલેજના આચાર્યના માર્ગદર્શન હેઠળ રેલીનું આયોજન પરિપૂર્ણ કરવામાં આવ્યું હતું. જે આયોજનની નવયુગ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાએ સરાહના કરી હતી.

- text