ગુજરાત અલોહા સ્ટેટ લેવલ કોમ્પિટિશનમાં મોરબીના માર્વિન પટેલે પ્રથમ ક્રમાંક મેળવ્યો

- text


મોરબી : અલોહા સંસ્થા દ્વારા વૈદિક ગણિત, મેન્ટલ એરિથમેટિક સહિતના કોર્સ કરાવવામાં આવે છે. દેશભરમાં અલોહાના કેન્દ્રો છે. જેનો લાભ આશરે 30 મિલિયનથી વધુ વિદ્યાર્થીઓએ લીધેલો છે.

અલોહા સંસ્થા દ્વારા ગુજરાત અલોહા સ્ટેટ લેવલ કોમ્પિટિશન ગત તા. 24 નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે યોજવામાં આવી હતી. જેમાં મોરબીની ન્યુ આદર્શ સોસાયટીમાં રહેતા શ્રીજી સીરામીક ગ્રુપના જીગ્નેશ પટેલના પુત્ર માર્વિન પટેલે માત્ર 6 જ મિનિટમાં 120 જેટલા બધા દાખલાઓના સાચા જવાબ આપીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જેના બદલ તેમના મિત્રો અને પરિવારજનોએ શુભેચ્છાઓનો ધોધ વરસાવ્યો હતો.

- text