રાજકોટ ટ્રકનો સમાન લેવા જવાનું કહીને હળવદના આધેડ ગુમ

- text


- text

હળવદ : હળવદમાં રહેતા આધેડ રાજકોટ ટ્રકનો સમાન લેવા જવાનું કહીને ગુમ થઈ ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મયુરભાઇ કિરીટભાઇ બાર બસ સ્ટેન્ડ પાછળ હળવદએ પોતાના પિતાની હળવદ પોલીસ મથકમાં ગુમસુદા નોંધાવી હતી કે, તેમના પિતા કિરીટભાઇ ગોકળભાઇ બાર ઉવ-૪૪ રહે. બસ સ્ટેન્ડ પાછળ હળવદ વાળા પોતાના ઘરેથી ગઇ તા ૧૩ ના રોજ સવારના સાડા દશેક વાગ્યે ઘરેથી રાજકોટ મુકામે ટ્રકનો સામાન લેવા જવાનુ કહી નીકળ્યા હતા.ત્યારબાદ તેઓ આજદિન સુધી ઘરે પરત આવ્યા નથી.આથી તેમના પુત્રએ ગુમસુદા નોંધાવતા હળવદ પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

- text