મોરબી : સગીરા સાથે દુષ્કર્મ આચરી છત પરથી ફેંકી દીધી

- text


મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામે ફેકટરીમાં રહેતા શ્રમિક પરિવારની સગીર વયની પુત્રીને છત પર લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યા બાદ હેવાન શખ્સે સગીરાને છત પરથી નીચે ફેંકી દેતા ઘાયલ થયેલી સગીરાને બેશુદ્ધ હાલતમાં સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી.

- text

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની પરિવાર સાથે નીચી માંડલ ગામ નજીક આવેલી ફેકટરીમાં કામ કરી ત્યાં જ બનાવેલી ઓરડીઓમાં રહે છે. ગત સોમવારના રોજ મૂળ મધ્યપ્રદેશના જ વતની અને કંપનીમાં જ કામ કરીને રહેતા એવા શખ્સે ચાલ તારા પિતા બોલાવે છે કહીને સગીરાને છત પર લઈ જઈ સગીરા પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાર બાદ નરાધમે સગીરાને છત પરથી નીચે ફેંકી દીધી હતી. નીચે પટકાયેલી સગીરાને બેશુદ્ધ હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. ભાનમાં આવતા સગીરાએ પોતાના પર થયેલ અત્યાચાર વર્ણવતા રાજકોટ પોલીસે મોરબી પોલીસને બનાવની જાણ કરી હતી. આથી મોરબી પોલીસે આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

- text