વાંકાનેરના રાણેકપર ગામે અજાણ્યા પુરૂષની લાશ મળી આવી

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે બસ સ્ટોપ પાસે નાકના ભાગે ઇજા પામેલી હાલતમાં એક અજાણ્યો પુરુષ મળી આવ્યા બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો અને રાજકોટ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આથી વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરીને મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ વાંકાનેરના રાણેકપર ગામે તા.19ના રોજ બસ સ્ટોપના બાંકડે એક અજાણ્યો પુરૂષને નાકના ભાગે ઇજા થઇ હોય કણસતો અને તરફડીયા મારતો જોવા મળતા ગામના સરપંચ લક્ષમણભાઈ મુંધવાએ આ બનાવ અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને બાદમાં આ આશરે 50 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષને બેભાન હાલતમાં 108 મારફત વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો. જ્યાં તેનું તા.20ના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તેના વાલી વારસ ન મળતા તેના મૃતદેહનું પીએમ કરીને હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રખાયો છે. જોકે મૃતક પાસેની તેની ઓળખ મળે તેવી કોઈ વિગતો હાથ લાગી ન હતી.મૃતકની હાલત જોતા તે રખડતું ભટકતું જીવન ગુજરતો હોવાનું પોલીસનું અનુમાન છે.વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી આ મૃતકન વાલી વારસ અંગે કોઈને જાણ થાય તો તેમને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન 02828 220556 પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

- text