મોરબી : શ્રીમાળી સોની યુવા સંગઠન દ્વારા રંગોળી સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : શ્રીમાળી સોની યુવા સંગઠન દ્વારા સોની સમાજની વાડી, પારેખ શેરી ખાતે બહેનો માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા સોની સમાજની બાળાઓ તેમજ બહેનોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતું. તેમજ પોતાની રંગોળી કળાનું પ્રદર્શન કરી સૌને અચંબિત કર્યા હતા. ટોટલ ૨૩ રંગોળી કરવામા આવી હતી. જેમા ૧થી ૫ વિજેતાઓ જાહેર કરી ઇનામ વિતરણ કરવામાં આવ્યુ હતુ. નીરીક્ષક (જજ) રીટાયર્ડ પ્રોફેસર : યોગેન્દ્ર આડેસરા સાહેબ તથા (જજ) રીટાયર્ડ આર્ટ માસ્ટર : નટુ ભાઇ જોશી ઉપસ્થિત રહ્યા હતા.

- text