ખેડૂત સંમેલનને સફળ બનાવવા હળવદમા કોંગ્રેસની બેઠક યોજાઇ

- text


મોરબી ખાતે યોજાઇ રહેલા ખેડૂત મહાસંમેલન ની સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાશે: લલીતભાઈ કગથરા

હળવદ: ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈ જિલ્લા કોંગ્રેસ દ્વારા આવતીકાલે મોરબી ખાતે ખેડૂત મહાસંમેલન નું આયોજન કર્યું છે તેના ભાગરૂપે હળવદ ખાતે જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આવતીકાલે યોજાઈ રહેલા ખેડૂત મહાસંમેલન ને સફળ બનાવવા હળવદ થી મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસી કાર્યકરો હાજર રહે

ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાની થવા પામી છે ત્યારે ખેડૂતોની માંગણીને વાચા આપવા મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂત મહાસંમેલન યોજવામાં આવી રહ્યું છે સાથે જિલ્લા કલેકટરને રેલી સ્વરૃપે આવેદનપત્ર પણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે હળવદ સર્કિટહાઉસ ખાતે જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા હળવદ કોંગ્રેસના હોદ્દેદારો સાથે બેઠકનું આયોજન કર્યું હતું અને મોટી સંખ્યામાં આવતીકાલે ખેડૂત મહાસંમેલનમાં હાજર રહેવા જણાવાયું હતુ

- text

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલીતભાઈ કગથરાએ જણાવ્યું હતું કે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદથી ખરીફ પાક સદંતર નિષ્ફળ ગયેલ છે ત્યારે નુકસાનીના વળતર પેટે ખેડૂતો તરફથી સરકારને વારંવાર લીધો દુષ્કાળ જાહેર કરવા રજૂઆતો કરવામાં આવી છે આમ છતાં ખેડૂતોની માંગણીને રાજ્ય સરકાર ધ્યાને લેતી નથી જેથી ખેડૂતોને પોતાના હકનો મળવાપાત્ર સો ટકા પાક વીમો મળવો જોઈએ તાત્કાલિક લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સો ટકા પાક વીમો આપવો જોઈએ અને આ વિમાની રકમ ચુકવણી તાત્કાલીક કરવામાં આવે તેવી અમારી માંગ છે

આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલીતભાઈ કગથરા,મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા,મોરબી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ હેમાંગભાઈ રાવલ,તાલુકા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઇ પટેલ, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ડોક્ટર અનિલભાઈ પટેલ,હળવદ તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ મેહુલભાઈ મજેઠિયા,જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મેન્દ્રભાઈ પટેલ,હળવદ લોકસરકાર ઇન્ચાર્જ મહેશભાઈ ઝિંઝુવાડીયા સહિતના કોંગ્રેસી આગેવાનો હાજર રહ્યા હતા


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text