મોરબીમાં આદર્શ માતા કસોટી ડિસેમ્બરમાં તારીખ 22, 25, 29મીએ યોજાશે

- text


આ કાર્યક્રમ દ્વારા ડો. સતીશ પટેલની આગેવાનીમાં કોમનમેન ફાઉન્ડેશન દ્વારા એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પડાશે : તૈયારીઓને અપાતો આખરી ઓપ

મોરબી : ડીસેમ્બર મહિનામાં મોરબી શહેરમાં આદર્શ માતા કસોટીનું અનન્ય અને આગવું આયોજન આકાર લઈ રહ્યું છે. કોમનમેન ફાઉન્ડેશન ટ્રસ્ટ – મોરબી દ્વારા આયોજિત આ અભિયાનમાં બાળકોની માતાઓની બાળ ઉછેર વિશેના જ્ઞાનની ત્રિસ્તરિય પરીક્ષા લેવામાં આવશે. જેમાં બાળકોનું હેલ્થ ચેક અપ, માતાઓની લેખિત પરીક્ષા અને ટોપ ઇલેવન માતાઓની મૌખિક પરીક્ષા જેમાં હાલરડું ગાવું, બાળ વાર્તા કહેવી જેવા અંગોનો સમાવેશ થશે.

આ આયોજન એસોસિએશન ઓફ પીડિયાટ્રિશિયનસ – મોરબીના સહયોગથી કરવામાં આવ્યું છે. આ આયોજનનો ઉદ્દેશ માતાઓના બાળ ઉછેર વિશેના જ્ઞાનમાં અભિવૃદ્ધિ થાય, બાળકોનો ઉછેર વૈજ્ઞાનિક પદ્ધતિથી થાય અને બાળકોની તંદુરસ્તી વધે એવો છે. આ આયોજનમા રૂપિયા અગિયાર લાખનું ખર્ચ થનાર છે.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


આ આયોજનનું આકર્ષક પાસુ એ છે કે તેમાં પ્રથમ નંબરે ઉત્તિર્ણ થનાર માતાને રૂપિયા સવા લાખનો સોનાનો તાજ પહેરાવી સન્માન કરવામાં આવશે. તદુપરાંત, પ્રથમ 11 નંબરમાં સ્થાન પ્રાપ્ત કરનાર માતાને સોનાના ઈનામોથી નવાજવામાં આવશે. એટલું જ નહીં 100 નંબર સુધીના વિજેતાઓને 1000ના ઈનામો આપવામાં આવશે. આ આયોજનમાં 1400 માતાઓએ ઉમેદવારી નોંધાવી છે. આ આયોજન ડિસેમ્બરની તા. 22/25/29 દરમિયાન થશે. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ બાળકોનો ઉછેર વૈજ્ઞાનિક ઢબે થાય એ બાબતે જનજાગૃતિ લાવવાનો છે. વધુ વિગતો માટે ડો. ચંદ્રેશ જરદોશ પ્રમુખ, ડો. કમલેશ સૈની સેક્રેટરી, અથવા ડો સતીષ પટેલ ૯૮૨૫૧ ૬૨૧૬૨ (મોરબી)નો સંપર્ક કરવાનું યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text