હળવદના જોગડ ગામે ખેતીકામ માટે ના પાડી ધોકો વડે હુમલો

- text


હળવદ : હળવદમાં જોગડ ગામની સીમ નજીક ખેતી કામ માટે આવવાની ના કહી ધોકા વડે માર મારતા હળવદ પોલીસ સ્ટેશનમાં હરજીભાઇ મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી.

ગઈકાલે તા. 8 નવેમ્બરના રોજ આ ઘટના જોગડ ગામની સીમ નજીક વાડીમાં બની હતી. આરોપીએ આ ખેતર મારુ છે, તારે કામ કરવા આવવું નહિ તેમ કહી બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડાના ધોકા વડે ફરિયાદીની સાથે રહેલ વ્યક્તિને ડાબા હાથ પર મારી તથા ફરિયાદીને માર માર્યો હતો. તેથી, ભોગ બનનાર હરજીભાઇ જેરામભાઇ મકવાણા (ઉ.વ.૪૨, ધંધો ખેતી, રહે. નવા ઇસનપુર, હળવદ)એ ઘનશ્યામભાઇ જેરામભાઇ દલવાડી, ગીતાબેન ધનશ્યામભાઇ દલવાડી તથા ચેતનભાઇ ઘનશ્યામભાઇ દલવાડી (રહે. બધા નવા ઇસનપુર) વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text