વાવાઝોડા, માવઠામાં નુકસાન થયેલ ખેડૂતોને વળતર ચૂકવાશે : સી.એમ. રૂપાણી

- text


મોરબીમાં રૂ.7.5 કરોડના ખર્ચે બનનારા મહિલા દૂધ ઉત્પાદક મંડળીના કાર્યાલય અને ચીલીગ પ્લાન્ટનું સીએમ રૂપાણીના હસ્તે ખાતમૂહુર્ત

ખેતીની સાથે પશુપાલનમાં મોરબી જિલ્લો અગ્રેસર રહે તે માટે મયુર ડેરીના ચીલીગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરીને મોરબીમાં પણ શ્વેત કાંતિ થવા પર સી.એમ. રૂપાણીએ ભાર મુક્યો

મોરબી : મોરબીમાં આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપનીના હસ્તે સામાકાંઠે શોભેશ્વર રોડ પર સોઓરડી વિસ્તારના નાકા પાસે રૂ.12.71 કરોડના ખર્ચે નવી બનેલી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીનું લોકાર્પણ બાદ પંચાસર રોડ પર આવેલ મહિલા દૂધ ઉત્પાદક મંડળીના કાર્યાલય અને આ મંડળી સંચાલિત મયુર ડેરીના ચીલીગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે સીએમ રૂપાણીએ વાવાઝોડા અને માવઠા ગ્રસ્ત ખેડૂતોને કોઈ કાળે અન્યાય નહિ થાય અને સર્વે કરીને ખેડૂતોને યોગ્ય વળતર ચુકવવામાં આવશે તેમ જણાવ્યું હતું અને ખેતીની સાથે પશુપાલનમાં મોરબી જિલ્લો અગ્રેસર રહે તે માટે આ ચીલીગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરીને મોરબીમાં શ્વેત કાંતિ કરવાનો ભાર મુક્યો હતો.

મોરબીના સામાકાંઠે પરશુરામ પોટરી ગ્રાઉન્ડ ખાતે બનાવાયેલા હેલીપેડ ખાતે આજે સવારે 9-50 વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું હેલિકોપ્ટરથી આગમન થયું હતું .હેલિકોપ્ટરથી તેમનું આગમન થયા બાદ સીએમ રૂપાણી પોતાના મંત્રી મંડળના કાફલા સાથે જડબેસલાક પોલીસ સુરક્ષા વચ્ચે અહીંના શોભેશ્વર રોડ ઉપર સોઓરડી નાકા પાસે રૂ.12.71 કરોડના ખર્ચે નવી બનેલી એસપી કચેરીએ પહોંચ્યા બાદ આ નવી એસપી કચેરીનું તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સીએમ રૂપાણી સાથે ગૃહમત્રી પ્રદીપસિંહ જાડેજા, અન્ય મંત્રીઓ કુંવરજીભાઇ બાવળીયા, જયેશભાઇ રાદડિયા,સાંસદ મોહનભાઇ કુંડારિયા,વિનોદભાઈ ચાવડા,પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતનાનો કાફલો જોડાયો હતો. એસપી કચેરી ખાતે ત્રીનેત્ર એપ્લિકેશન અને કમાન્ડ કન્ટ્રોલ રૂમનું લૉન્ચીગ કરવામાં આવ્યું હતું. બાદમાં સીએમ રૂપાણી સહિતના મંત્રી મંડળનો કાફલો પંચાસર રોડ ઉપર સમગ્ર રાજ્યની એક માત્ર મોરબી જિલ્લાના મહિલા દૂધ ઉત્પાદક મંડળીની મયુર ડેરીના રૂ. 7.5 કરોડના ખર્ચે બનનાર ચીલીગ પાલન્ટ અને કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવા પહોંચ્યા હતા અને સીએમ રૂપાણીના હસ્તે મયુર ડેરીના ચીલીગ પ્લાન્ટ અને મહિલા દૂધ ઉત્પાદક મંડળીના કાર્યાલયનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

- text

બાદમાં વિશાળ મહિલા સહકાર સંમેલન યોજાયું હતું. જેમાં મહિલાઓને સંબોધન કરતા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, મહિલાઓનું આદરભેર સન્માન કરવું એ ભારતીય પરંપરા છે અને મહિલાઓનું સન્માન એટલે માતાજીનું સન્માન કરવા બરાબર છે. જેમ રામ પહેલા સીતાજી અને શિવ પહેલા પાર્વતીનું નામ લેવાય છે. તે રીતે મહિલાઓને આદરભેર માન આપીને નારી શક્તિને તેમણે બિરદાવી હતી. ચાઇનના માલના ભારતમાં નિકાસ કરવાની ચાઇનાની નીતિને વખોડી કાઢી ભારતના ઉધોગોને ધર આગણે પ્રોત્સાહન આપવાની વડાપ્રધાનની પહેલને આવકારી હતી અને કોંગ્રેસ સરકાર દરમિયાન માલના આયાત નિકાસ માટે ભષ્ટાચાર અને ખેડૂતો માટેની નીતિ અંગે આકરા પ્રહારો કર્યા હતા.સામે મોદી સરકારની ખેડૂતો સહિત સમગ્ર દેશના હિત માટેની વિવિધ યોજનાઓને છેવાડાના લોકો સુધી લાભ પહોંચતો હોવાનું જણાવ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે અતિવૃષ્ટિ અને વાવાઝોડા તથા માવઠાથી જે ખેડૂતોને નુકશાન થયું છે તેને સરકાર કોઈ કાળે અન્યાય નહિ કરે તેવી ખાતરી આપીને હાલમાં ખેતીમાં નુકશાની અંગે સર્વ ચાલુ હોય તમામ અસરગ્રસ્ત ખેડૂતોને નુક્શાનીનું યોગ્ય વળતર ચુકવવામાં આવશે. આવનારા દિવસોમાં પીવાના પાણીની સમસ્યા અને દુષ્કાળ ભૂતકાળ બની જશે. સરકાર સતત ખેડેપગે રહીને ખેડૂતો સહિત સમગ્ર રાજ્યની જનતાને ડેમોમાંથી પાણી પુરી પાડીને ગતિશીલ ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા સરકાર કટિબદ્ધ છે. તેમણે ઉમર્યું હતું કે મોરબી જિલ્લામાં શ્વેત કાંતિ થાય અને મહિલાઓ દૂધના વ્યસાયમાં વધુને વધુ પગભર બને તે માટે આ ખાતમુહૂર્ત કરાયું છે. પહેલા અહીંની મહિલાઓને દૂધ રાજકોટ કે સુરેન્દ્રનગર મોકલવું પડતું હતું પરંતુ મોરબી જિલ્લામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ મહિલાઓ સંચાલિત દૂધની ડેરી બનતા અને હવે આ ડેરીનો વ્યાપ વધવાથી મોરબી જિલ્લાની દૂધના વ્યવસાયમાં જોડાયેલી મહિલાઓને વ્યવસાયમાં સારી તક મળશે. હવે ગુજરાતની સાથે મોરબી જિલ્લો પણ ખેતી અને પશુપાલનમાં અગ્રેસર રહેશે. જે મયુર ડેરીમાં એક લાખ લીટર દૂધની આવક થાય છે. ત્યારે હવે સરકારને મળતી રૂ.20 કરોડની ગ્રાન્ટ મયુર ડેરીને મળશે.આથી મોરબીમાં શ્વેત કાંતિ થશે. સૌની યોજના હેઠળ 115 ડેમ ભરવામાં આવ્યા છે. એટલે હવે નર્મદા નીરની જરૂર નહીં પડે. વરસાદ વધુ પડતા જળાશયો છલોછલ ભરેલા છે. જેથી, સોરાષ્ટ્ને હવે હિજરત નહિ કરવી પડે. નવા જિલ્લાઓમાં મોરબી જિલ્લો અગ્રેસર છે. વાવાઝોડાની ઘાત ટળી છે. દ્વારકામાં કળિયા ઠાકર અને સોમનાથમાં શિવ છે ત્યાં સુધી ગુજરાતને ઉની આંચ આવશે નહિ.

ગૃહમંત્રીની જીબ લપસી

મુખ્યમંત્રી રૂપાણીએ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીનું લોકાર્પણ કર્યા બાદ તેમણે પોલીસ કચેરી આધુનિક સુવિધાઓથી અદ્યતન બની અને પોલીસ પણ નિષ્ઠાપૂર્વક કામ કરતી હોવાથી કોઈપણ ગુનેગાર હવે છટકી શકશે નહીં. જ્યારે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની જીબ લપસી હતી. તેમણે 2002થી ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા. જો કે 2002માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા પણ ગૃહમંત્રીએ તે વખતે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા હોવાનું કહીને ભાંગરો વાટયો હતો.

- text