ટંકારાના હડમતિયામાં દિવ્યાંગ કિસાનનો મગફળીનો પાક વરસાદમાં પલળીને ખાખ

- text


એક હાથ અને એક પગ વગર પણ સ્વમાનભેર ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ખેડૂતના પરિવારમાં કુદરતી આફતના કારણે કરુણ દ્રશ્યો સર્જાયા

ટંકારા : હડમતીયામાં વર્ષો પહેલા અકસ્માતમાં એક હાથ અને એક પગ ગુમાવી ચુકેલા ભરતભાઈ ડાકા હિંમત હાર્યા વિના જ ખેતીકામ કરે છે પણ આ વર્ષે કમોસમી વરસાદની થાપટથી મગફળીનો તૈયાર થયેલો પાક પાણીમાં જ ગરકાવ થઈને સડી ગયો છે. ત્યારે પોતાની મહેનત એળે જતા આ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ પરિણમી છે.

- text

ટંકારા તાલુકાના હડમતિયા ગામના વતની ભરતભાઈ વાલજીભાઈ ડાકા જેઅો અેક કિશાનપુત્ર હોવાથી ખેતીકામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. ભરતભાઈના ઘેર શેર માટીની દિકરાની ખોટથી ભાઈનો દિકરો દતક લીધેલ તેમજ લક્ષ્મી સ્વરુપે ૪ દિકરીઅો છે ત્યારે ધો.૧૧ સાયન્સમાં અે- ગૃપમાં અભ્યાસ કરતી લાડકવાયી દિકરીના અધુરા સ્વપ્ન પુરા કરવા માતા-પિતાએ તનતોડ મહેનત કરી પાક તૈયાર કર્યો.પણ લાડકવાયી દિકરીને કયા ખબર હતી કે મારા દિવ્યાંગ પિતાઅે તૈયાર કરેલો મગફળીના પાકનો મોંઢે આવેલ કોળીયો છીનવાઈ જશે..? અને મારા પિતાએ મને ઉચ્ચ અધિકારી કે ડોકટર, એન્જીનીયર બનાવવાના ઓરતા અધુરા જ રહી જશે..? આજ આ દિકરી વેકેશન ગાળવા જયારે પિતાના ઘેર આવી ત્યારે ખેતરમાં જ પલળીને નાશ થયેલ પાકના પાથરા ફંફોળીને આંખના આંસુ પાંપણમાં જ સમાવીને જોઈ રહી છે અને વિચારી રહી છે કે મારા માતા-પિતાએ મને ડોકટર કે એન્જીનીયર બનાવવાનું સ્વપ્ન જોયુ છે તે કેમ પુરુ કરશે..?

આમ એક દિવ્યાંગ પિતાએ તનતોડ મહેનત કરીને દિકરીને ભણાવવાના સ્વપ્ન જોયા હતા તે અેક ઝાંઝવાના જળ સમાન બનીને જ રહી જશે કે શું….? દિકરીની આંખોમાં આવેલ આંસુ એક પાંપણમાં જ રહી જતા એક ભાવના સભર ભાવુક દ્રશ્યથી મારી આંખો પણ ભીની થઈ ગઈ. ન જાણે આવી અનેક કિશાનપુત્રોની લાડકવાયી પુત્રીઓ આ કમોસમી વરસાદનો ભોગ બની આગળ ભણવાના તેમજ સરકારશ્રીની “કન્યા કેળવણી સાક્ષરતા અભિયાનના” ના સ્વપ્ન અધુરા જ રહીને કહાની બની જશે કે શું…? તે તો બસ સમય જ બતાવશે.

- text