મોરબીમાં ભારે પવનના કારણે મચ્છુ-2 ડેમમાં મોજા ઉછળ્યા : પાણી દરવાજા ઉપરથી વહ્યુ, જુઓ વિડિઓ

- text


મોરબી : મોરબીમા આજે વરસાદી વાતાવરણ વચ્ચે ભારે પવન પણ ફૂંકાઇ રહ્યો છે. ત્યારે ભારે પવનના કારણે મચ્છુ-2 ડેમમાં બેથી અઢી ફૂટ જેટલા મોજા ઉછળ્યા હતા. જેના કારણે ડેમ છલકાતો હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા..જુઓ નીચેની લિન્કમાં વિડિઓ

- text

‘મહા’ વાવાઝોડું આગામી તા.6ના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાવાનું છે. જેના કારણે ભારે થી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે. જો કે આ વાવાઝોડાની અસર અત્યારથી જ વર્તાઈ રહી છે. આજે મોરબી પંથકમા બપોરના સમયથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું.સાથો સાથ વરસાદ પણ વરસ્યો હતો.

આ દરમિયાન ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો હતો. જેના કારણે મચ્છુ-2 ડેમમાં બેથી અઢી ફૂટ સુધીના મોજા ઉછળતા જોવા મળ્યા હતા. આ મોજાના કારણે ડેમમાં સંગ્રહાયેલું પાણી ડેમના તમામ દરવાજાની ઉપરથી જતું જોવા મળ્યું હતું.

- text