કમોસમી વરસાદથી ખેડૂતોના હાલ બેહાલ, સરકાર તાકીદે પગલાં લે : લલિત કગથરા

- text


ટંકારા : ગઈકાલે તા. 29 ઓક્ટોબરના રોજ મોરબી જિલ્લાના ટંકારા, પડધરી સહીત અનેક તાલુકાઓમાં આશરે 2-3 ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસતા ખેડૂતો માટે દિવાળીના તહેવાર સમયે તેમજ મંદીના માહોલમાં પડ્યા પર પાટુ સમાન પરિસ્થિતિ ઊભી થઇ છે. આ વર્ષે દેશમાં ખુબ જ વધુ પ્રમાણમાં વરસાદ થવાના કારણે લીલો દુકાળના લીધે પાકમાં નુકસાની થવાથી ખેડૂતો હેરાન-પરેશાન થઇ ગયા છે. આવી સ્થિતિમાં ગઈકાલે ફરી વરસાદ આવતા ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાએ મોરબી અપડેટના માધ્યમથી સરકારને ખેડૂતો પાયમાલ થતા જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે, ત્યારે તેઓની સમસ્યાનું નિવારણ લાવવા સરકારને અનુરોધ કર્યો છે.

- text

ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યું હતું કે ટંકારા તથા પડધરી તાલુકામાં આશરે 2થી 2.30 ઇંચ જેવો વરસાદ પડતા ખેડૂતોએ જે મગફળીના પાથરા કરેલા હતા, તે તમામ પાથરા તણાવા લાગ્યા છે. તે પાક ખેડૂતોના હાથમાંથી તો ગયો છે પણ મુંગા પશુઓનો ચારો પણ તણાઈ ગયો છે. જેની નુકશાની ખેડૂતોને ભોગવવી પડી છે. આમ, લીલા દુષ્કાળના કારણે ખેડૂતો પાયમાલ થઇ ગયા છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરકાર તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લે તેવો લલિત કગથરા દ્વારા રાજ્ય સરકારને અનુરોધ કરવામાં આવ્યો છે.

- text