મોરબી : Nexion સીરામીક તથા HDFC બેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો

- text


મોરબી : રક્તદાનને મહાદાન ગણવામાં આવે છે. રક્તને કૃત્રિમ રીતે બનાવી શકાતું નથી તેથી જરૂરિયાતના સમયે સંગ્રહ કરાયેલુ રક્ત ખુબ ઉપયોગી બને છે. તે માટે અનેક સંગઠનો દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે.

મોરબીના નીચી માંડલ ગામ ખાતે Nexion Internation Pvt. Ltd. તથા HDFC Bankના સંયુક્ત ઉપક્રમે સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપનીના સંચાલકો, કારીગરો તેમજ દિવ્યાંગ કારીગરો સહીત કુલ મળીને ૧૦૩ લોકોએ રક્તદાન કર્યું હતું. આ તકે સીમ્પોલો ગ્રુપના જીતુભાઈ અઘારા, સુનંદાબેન અઘારા સહિતના હાજર રહ્યા હતા તેમજ સ્વૈચ્છિક રક્તદાન કરનારાને બિરદાવ્યા હતા.

- text


- text