મોરબી જાગૃત મહિલા ગ્રુપ દ્વારા રવિવારે દ્વિતીય વુમન બિઝનેસ મેલાનું આયોજન

- text


મોરબી : ત્રણ વર્ષ પહેલાં શરૂ થયેલા જાગૃત મહિલા ગ્રુપ દ્વારા 26 મે 2019ના રોજ પ્રથમ વુમન બિઝનેસ મેલાનું સફળતા પૂર્વક આયોજન કરનાર સતિષભાઈ અને તેમની ટિમ દ્વારા 20 ઓક્ટોબરને રવિવારે દ્વિતીય વુમન બિઝનેસ મેલાનું આયોજન કરવામાં આવ્યું છે.

425 જેટલી મહિલાઓનું વોટ્સએપ ગ્રુપ ધરાવતી મોરબી જાગૃત મહિલા ગ્રુપ દ્વારા વિવિધ સામાજિક સાંસ્કૃતિક સંદેશો આપવા માટે હર હંમેશ પ્રયાસ કરવામાં આવે છે. તાજેતરમાં ટ્રાફિક રુલના કડક સંદર્ભે ભારે દંડનીય કામગીરી હોય કે હાલ શહેરમાં વ્યાપ્ત ડેન્ગ્યુની બીમારી હોય આ ગ્રુપ હર હંમેશ એક્ટિવ હોય છે. ત્યારે મહિલાઓમાં કુટુંબ ભાવના તો હોય જ છે સાથે સમાજ ભાવનાનો પણ વિકાસ થાય એ માટે બહેનો દ્વારા જ આયોજિત, સંચાલિત અને માત્ર બહેનો માટે જ પ્રવેશ પાત્ર વુમન બિઝનેસ મેલા ભાગ 2નું આયોજન કરવામાં આવ્યું છે.

ગ્રુપના શ્વેતા પેથાપરાએ આ અંગે મોરબી અપડેટને માહિતી આપતા જણાવ્યું હતું કે ગયા વખત કરતા આ વખતના મેલાનું સ્વરૂપ મોટું રાખવામાં આવ્યું છે. અહીં નહિ નફો નહિ નુકશાનના ઘરવપરાશની દરેક ચીજ વસ્તુ વેંચાણ અર્થે ઉપલબ્ધ છે. મેલા વિશે વિશેષ માહિતી આપતા ગ્રુપના વિભા પટેલે મોરબી અપડેટને જણાવ્યું હતું કે ભગવાનના વાઘા, પાણીપુરી સહિતની ખાણી-પીણીની વાનગીઓ તેમજ દિવાળીને અનુલક્ષીને દરેક ચીજ-વસ્તુઓ કે જે ખાસ કરીને મહિલાઓએ ગૃહ ઉધોગ દ્વારા નિર્મિત કરવામાં આવી હોય તેનું જ વેચાણ કરવામાં આવે છે. મહિલાઓને પગભર કરવા માટે આ એક પ્રકારનું પ્લેટફોર્મ છે. આ દ્વારા દરેક મહિલાઓમાં વ્યાપારી કૌશલ્ય વિકસે એ આ મેલાનો ખાસ ઉદ્દેશ છે. ખરીદી માટે આવતા સમયે મહિલાઓએ કાપડની થેલી સાથે લાવવી ખાસ જરૂરી છે કેમકે અહીં પ્લાસ્ટિકના ઝબલા આપવામાં આવશે નહિ અને એ રીતે પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનમાં પણ આ આયોજન સહયોગ આપશે.

20 ઓક્ટોબરે નગરપાલિકા કોમ્યુનિટી હોલ, સરદાર બાગની પાછળ,કાયાજી પ્લોટ, બ્રહ્માકુમારી સેન્ટરની બાજુમાં સવારે 09થી રાત્રે 08 વાગ્યા સુધી 50 સ્ટોલમાં માત્ર મહિલાઓ જ ખરીદી કરવા માટે પ્રવેશને પાત્ર છે. હાલ 50 સ્ટોલ બુક થઈ ગયા છે. આથી સ્ટોલ બુકીંગ બંધ છે પરંતું મહિલાઓના વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા માટે રજીસ્ટ્રેશન કરાવવા ઇચ્છુક મહિલાઓ મોબાઈલ નંબર 9879824169 પર સતિષભાઈને ફોન કરાવીને રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text