મોરબીમાં સાંસદ વિનોદ ચાવડાની આગેવાનીમાં ગાંધી સંકલ્પ યાત્રા યોજાઈ

- text


મહાત્મા ગાંધીજીની 150 મી જન્મજયંતિ નિમિતે પૂ.બાપુના વિચારોની જનજગૃતિ લાવવા માટે ગાંધી સંકલ્પ યાત્રા યોજાઈ

મોરબી : કચ્છ અને મોરબી લોકસભા વિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડાની આગેવાની હેઠળ રાષ્ટ્પિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગ રૂપે પૂ.બાપુના વિચારોની જનજગૃતિ લાવવા માટે ગાંધી સંકલ્પ યાત્રા યોજાઈ હતી. જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ખાદીના વેશમાં જોડાઈને શહેરમાં 15 કિમીનો પગપાળા પ્રવાસ કરીને લોકોને ગાંધીજીના વિચારોને આત્મસાત કરીને જીવનમાં તેનું આચરણ કરવાની શીખ આપી હતી.

મોરબીના સામાકાંઠે ભડિયાદ રોડ પર આવેલ વણકર સમાજની વાડી ખાતેથી કચ્છ લોકસભા વિસાતરના સાંસદ વિનોદભાઈ ચાવડાની અધ્યક્ષતા હેઠળ રાષ્ટ્પિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ગાંધી સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ વિનોદ ચાવડા સાથે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા પ્રખર ગાંધીવાદી અને માજી ધારાસભ્ય ગોકળદાસ પરમાર તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ખાદી વસ્ત્રોમાં જોડાયા હતા. આ ગાંધી સંકલ્પ યાત્રાનું શહેરના 15 કિમીના વિસ્તારમાં પગપાળા પરિભ્રમણ કરવામાં આવ્યું હતું અને ગાંધીજીના સત્ય, અહિંસા, સ્વચ્છતા સહિતના વિચારો લોકો આચરણ કરી જીવનમાં ઉતારે તે માટે જનજગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો. આ તકે સ્વચ્છતા માટે જગૃતિ લાવવાના પ્રયાસ રૂપે અને લોકો હાનિકારક પ્લાસ્ટિકનો વપરાશ ન કરે તે માટે કાપડની બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકોને પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવાનું આહવાન કરાયું હતું

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text