વાંકાનેરમાં લુખ્ખાઓના ત્રાસથી આપઘાત કરનાર વિધાર્થિનીના પરિવારને ન્યાય આપવાની માંગ

- text


વાંકાનેર : વાંકાનેરના દિગ્વિજયનગર પેડક માં રહેતી ધોરણ 12 માં અભ્યાસ કરતી છાત્રાએ ઘરે કેરોસીન છાંટી આગ ચાંપી દેતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં તેણીનું સારવાર દરમ્યાન મોત નિપજતા પરિવાર શોકમાં ગરક થઇ ગયો હતો. મૃતક યુવતીના પિતા રતિલાલ ગોવિંદભાઈ વોરાએ વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે કે આરોપી ગૌરીબેન કેસુભાઈ ઉભડીયા, રાહુલ રમેશભાઈ વોરા બંને રહે પેડક, જીતેન્દ્ર અરજણભાઈ મકવાણા રહે. સીંધાવદર તેમજ પરમાર અખીલ નામથી ખોટું ફેસબુક આઇડી બનાવનાર અજાણી વ્યક્તિએ મૃતક યુવતીનો વિડિયો મોબાઈલ માં ઉતારી ખોટું ફેસબુક આઇડી બનાવી ફરિયાદીની દીકરીને બદનામ કરવાની ધમકી આપી તેમજ આ લુખ્ખાઓએ ગેંગ રેપ કરવાની કોશિશ કરી વારંવાર હેરાન પરેશાન કરતાં હોય જેના કારણે છાત્રાને આપઘાત કરવા મજબૂર કરતાં આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૬, ૩૫૪સી, ૧૧૪ મુજબ ગુનો નોંધાયો છે.

- text

આજે મૃતક યુવતીના પાડોશી મહિલાઓએ વાંકાનેર શહેર પોલીસ મથકના પીઆઈ એચ.એન. રાઠોડ અને પીએસઆઈ પી.સી. મોલિયા સમક્ષ આપઘાત કરવા મજબુર કરનાર વ્યક્તિ સામે કડક હાથે કામ લઇ ને મૃતક વિદ્યાર્થીનીના પરિવારને ન્યાય આપવાની માંગ સાથે રેલી કાઢી પોલીસ મથકે આવેદન આપેલ.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text