વાંકાનેર મામલતદાર ઓફિસના વિડીયો વાયરલ પ્રકરણમાં નોટિસ ફટકારાઈ

- text


બે નાયબ મામલતદાર કર્મચારીઓ વી.વી. ડુંડ અને હર્ષદ પરમારને નોટિસ આપવામાં આવી

વાંકાનેર : ૨ાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના દારૂ અંગેના નિવેદન બાદ વિવાદ છેડાયો છે ગુજ૨ાતમાં આઝાદી બાદ દારૂબંધી છે તેમ છતાં ગુજ૨ાતમાં સૌથી વધા૨ે દારૂ પીવાય છે તેવું નિવેદન ર્ક્યા બાદ ગુજ૨ાતમાં દારૂબંધીને લઈ ખાસી ચર્ચા જાગી છે. બીજી ત૨ફ ૨ાજય પોલીસ વડા દ્વા૨ા ૨ાજયની તમામ પોલીસને દારૂની બદી અંગે કડક હાથે કામ લેવા અને આ અંગે ખાસ ડ્રાઈવ યોજવા આદેશ ક૨વામાં આવ્યો છે ત્યારે વાંકાનેર મામલતદાર ઓફિસમાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે આ વિડીયો ઉતારનાર નાયબ મામલતદાર કક્ષાના અધિકારીની કોઈ મહિલા મિત્ર હોવાની ચર્ચાઓ ચાલી રહી છે તેમજ નાયબ મામલતદાર સાથે રાશનના દુકાનદારો વીડિયોમાં જોવા મળી રહ્યા છે. વિડિયો ઉતારનાર દ્વારા મામલતદાર ઓફિસના કબાટમાં દારૂની બોટલો સ્ટોકમાં રખાતી હોવાની શંકાના આધારે કબાટ તપાસી રહ્યા છે ત્યારે લાગે કે શું ખરેખર ગુજરાત સરકારની સરકારી કચેરીમાં જ પાર્ટીઓ ચાલતી હશે?

આ વાયરલ વિડીયોમાં કોઈ દારૂની બોટલો કે દારૂની મહેફિલ માણી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાતું નથી પણ તેમાં એક મહિલા દ્વારા મામલતદાર ઓફીસના કબાટની તલાશી લઈ રહી છે અને દારૂ શોધવાનો પ્રયત્ન કરી રહી છે.

જ્યારે વાયરલ વિડીયો અંગે વાંકાનેર મામલતદાર એ.બી‌. પરમાર દ્વારા જણાવેલ છે કે આ વિડીયો વાયરલ થતાં મામલતદાર ઓફિસના બે નાયબ મામલતદાર કર્મચારીઓ કે જેઓ વીડિયોમાં જોવા મળી રહ્યા છે તે વી.વી. ડુંડ અને હર્ષદ પરમારને નોટિસ આપવામાં આવી છે અને તેઓના જવાબ માંગવામાં આવ્યા છે કર્મચારીઓની તપાસ બાદ રિપોર્ટ કલેકટરને કરવામાં આવશે અને જો કર્મચારીઓ દોષિત જણાશે તો તેમના પર આકરા પગલા લેવાશે.

- text

વાયરલ વિડીયોમાં જોવા મળેલ નાયબ મામલતદાર હર્ષદ પરમાર સાથે ખરાઈ કરવામાં આવતાં તેમને કહેલ કે આ વિડીયો આજથી ૧૦ દિવસ પહેલાં એક મહિલા દ્વારા ઉતારવામાં આવેલ છે અને તેમને નાયબ મામલતદાર વી.વી. ડુંડ સાથે અંગત ઘરેલુ પ્રોબ્લેમ હોય છતાં ઓફિસ પર આવી ખોટા આક્ષેપો કરવામાં આવેલ છે ઓફિસમાં કોઈ દારૂની પાર્ટી ચાલતી નહોતી કે કબાટમાં પણ ક્યાંય દારૂની બોટલો નહોતી તેમ છતાં વિડીયો વાયરલ કરી બધાને બદનામ કરવાની કોશિશ કરાઈ હતી.

જયારે વીડિયો બનાવનાર મહિલાએ દાવો કર્યો છે કે નાયબ મામલતદાર વી.વી. ડુંડ સાથે તેઓને 15 વર્ષથી સંપર્ક છે અને અવારનવાર તેમના ઘરે જ રહે છે પરંતુ છેલ્લા એક વર્ષથી તેઓ અવારનવાર તેમને હડધૂત કરી રહ્યા છે અને ઘણી વખત ઓફિસમાં જ મહેફિલ માણે છે આ વિડીયો બનાવ્યો ત્યારે પણ તેઓ નશાની હાલતમાંજ હતા. અને એ માટે તેમણે પોલીસ હેલ્પલાઈન ૧૦૦ નંબર પર પોલીસ મદદ માટે ઘણા ફોન કરેલ પરંતુ ફોન રિસિવ થયેલ ન હતો.

આ સમગ્ર બનાવમાં સત્ય શું છે અને કોણ ગુનેગાર છે તે તો આપેલ નોટિસ ની ખાતાકીય કાર્યવાહી બાદ જ સમગ્ર પ્રકરણ બહાર આવશે. પરંતુ હાલ વાયરલ વિડીયો વાંકાનેર અને મોરબીના સરકારી તંત્રમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text