બસ ડ્રાઈવરોની મેડિકલ તપાસ અંગે પોલીસ ખાતાને રજૂઆત

- text


આજે સવારે ખેરવા પાસે બે એસ.ટી. બસોનો અકસ્માતના સંદર્ભે ખેરવા ગ્રામ પંચાયતમાં રજૂઆત કરાઈ

વાંકાનેર : આજે તા. 11 ઓક્ટોબરના રોજ સવારે વાંકાનેર રાજકોટ રૂટની એસટી બસ ખેરવા પાસે આવેલ ગોળાઇમાં સામેથી આવતી બીજી એસટી બસ સાથે અથડાતાં અંદાજિત ૪૦ થી વધુ મુસાફરોને નાની-મોટી ઇજા થઇ હતી. તેમજ એસ.ટી. બસના બંને ડ્રાઈવરો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના સંદર્ભે બસ ડ્રાઈવરોની મેડિકલ તાપસ કરવા અંગે ખેરવા ગ્રામ પંચાયત દ્વારા કુવાડવા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરાઈ હતી.આ રજુઆતમાં ખેરવા ગ્રામ પંચાયતના સરપંચે જણાવ્યું હતું કે જયારે વારંવાર ગંભીર અકસ્માતો સર્જાતા હોય ત્યારે પ્રજાજનોને ડ્રાઈવરો ઉપર શંકા જાય તે સ્વાભાવિક છે. કોઈવાર ડ્રાઈવરો નશાની હાલતમાં બસ ચલાવતા હોય ત્યારે દુર્ઘટના ઘટે તો તેનો ભોગ નિર્દોષ મુસાફરો બનતા હોય છે. આવી પરિસ્થિતિ ફરી ના ઘટે તે માટે બસ ડ્રાઈવરોની મેડિકલ તપાસ કરાવવાની તેમજ તપાસમાં તથ્ય જણાય તો તેવા ડ્રાઈવરોને તાત્કાલિક ફરજમુક્ત કરવાની અપીલ કરવામાં આવી છે. આ અરજી કુવાડવા પોલીસ સ્ટેશનના અધિકારી ઉપરાંત વાંકાનેરના મામલતદાર, એસ.ટી. ડેપો મેનેજર તથા પ્રાંત અધિકારીને કરવામાં આવી હતી.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text