વાંકાનેરમાં 11 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર પોલીસે વિદેશી દારૂનો વેપલો કરતા એક શખ્સને 11 બોટલ ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સિટી પોલીસના એ.એસ.આઈ. એ.આર. પટેલ, પો.હેડ.કોન્સ. અશ્વિનસિંહ રાણા, પો. કોન્સ. અરવિંદભાઈ ઓળકીયા અને મહેન્દ્રભાઈ વડગામા સહિતનો સ્ટાફ વાંકાનેર સિટી.પો.સ્ટે. વિસ્તારના પેટ્રોલિંગમાં હતો એ દરમ્યાન મળેલી બાતમીને આધારે વાંકાનેર પેડક સોસાયટીમાં પ્રાથમિક શાળા પાસેથી આકાશ જયેશભાઇ ઓઝા ઉં.વ. 20, રહે. માર્કેટ ચોક, ઓઝા શેરી વાળાને એક્ટિવા નંબર GJ 36N 9942 (કિંમત 50 હજાર રૂપિયા) લઈ નીકળતા એની ઝડતી લેતા ભારતીય બનાવટના અંગ્રેજી દારૂ પાર્ટી સ્પેશિયલ વહીસ્કીની 750 એમ.એલ.ની કાચની 11 નંગ બોટલ (કિંમત રૂ. 3300) મળી આવી હતી. આ બોટલો વેંચાણ કરવાના ઈરાદાથી તેની પાસે હોવાનું પ્રાથમિક પૂછપરછ દરમ્યાન સામે આવતા એક એક્ટિવા સ્કૂટર, દારૂની 11 નંગ બોટલ અને 2 મોબાઈલ મળી કુલ 58800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

ફાઈલ તસ્વીર

- text