ઉમિયાનગરમાં આજે પ્રજ્ઞાચક્ષુ સંગીત કલાકારો ખેલૈયાઓને ગરબે ઝુમાવશે

- text


મોરબી : કહેવાય છે કે ઈશ્વર કોઈ માણસની એક શક્તિ હણી લ્યે છે ત્યારે અન્ય સેંકડો શક્તિ પ્રદાન કરે છે. પ્રજ્ઞાચક્ષુ લોકોને આ સંદર્ભમાં સંગીત કલાની વિશિષ્ટ શક્તિ માં સરસ્વતી પ્રદાન કરતી હોય છે. દ્રષ્ટિહીન દિવ્યાંગતા ધરાવતા લોકોમાં ગીત ગાવાની તેમજ સંગીતની વિશિષ્ટ કોઠાસૂઝ હોય છે. ભારતીય ફિલ્મ જગતમાં રવિન્દ્ર જૈન આનુ ઉત્તમ દ્રષ્ટાંત છે. મોરબીમાં માળીયા હાઇવે પર આવેલા લક્ષ્મીનગર સ્થિત પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રમાં ચાલતું લુઈબ્રેલ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપ માં સરસ્વતીનું કૃપાપાત્ર આવું જ એક ગ્રુપ છે. હાલ ચાલી રહેલા નવરાત્રિ મહોત્સવમાં નાના મોટા ગરબી મંડળો આ વાદ્યવૃંદ ગ્રુપને પોતાના આયોજનમાં આમંત્રીને નેત્રહીન કલાસાધકોને વિશિષ્ટ પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છે. ત્યારે આજે તારીખ 5ને શનિવારે ઉમિયાનગર દ્વારા થતા ગરબા આયોજનમાં આ વાદ્યવૃંદ પોતાની સંગીત કલા થકી ખેલૈયાઓ માટે રાસ-ગરબાની રંગત જમાવશે. દિવ્યચક્ષુ ધરાવતા આ કલાસાધકોને બિરદાવવા તેમજ એમની મધુર સુરાવલીઓ સાથે ગરબે ઘુમવા આયોજકોએ ખેલૈયાઓને જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

- text

પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંસ્થાના સંચાલક હાતિમ રંગવાલા (મો.નં. 9429978930)ના જણાવ્યાનુસાર આ વાદ્યવૃંદ ગ્રુપના સભ્યો પાસે તમામ પ્રકારના સંગીતના જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ ઉપલબદ્ધ છે. જેના દ્વારા સંગીતનો સંપૂર્ણ માહોલ બનાવી દેવામાં તેઓ પારંગત છે. હાતિમભાઈએ મોરબીના નાના મોટા તમામ ગરબી આયોજકોને જાહેર અપીલ કરી છે કે તેઓ એક વાર થોડા કલાકો પૂરતા આ વાદ્યવૃંદ ગ્રુપનો તેઓના આયોજનમાં જરૂર લાભ લ્યે. જેનાથી આ દિવ્યદ્રષ્ટિ ધરાવતા કલાસાધકોના જીવનમાં હકારાત્મક ઉજાશ ફેલાઈ શકે. આ માટે ઉપરોક્ત મોબાઈલ નંબર પર સંપર્ક કરવા હાતિમ રંગવાલાએ જણાવ્યું છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text