મોરબી : મોબાઈલ ભૂલી ગયો હતો લાવ પાછો કહી શખ્સે દુકાનમાં તોડફોડ કરી

- text


મોરબી : મોરબીના મહેન્દ્રપરામા એક શખ્સે મોબાઈલ ભૂલી ગયો છું પાછો આપ તેમ કહીને દુકાનમાં તોડફોડ કરી દુકાનદારને ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે દુકાનદારે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના મહેન્દ્રપરામાં શેરી નંબર 10/11 વચ્ચે ચામુંડા કિરાણા સ્ટોર નામની દુકાન ધરાવતા છગનભાઇ કલાભાઈ ડાભી ઉ.વ.54એ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ દુકાને હતા ત્યારે અજિત ઇસ્માઇલભાઈ નામનો શખ્સ ત્યાં ભિક્ષાવૃત્તિ કરવા આવ્યો હતો. જેને ભિક્ષા આપ્યા બાદ તે ત્યાંથી જતો રહ્યો હતો. બાદમાં આ શખ્સ પાછો ત્યાં આવ્યો હતો અને કહ્યું હતું કે મારો મોબાઈલ અહીં ભૂલી ગયો છું. પાછો આપી દયો. આ શખ્સને મોબાઈલ અહીં ન હોવાનું કહેતા તેને દુકાનમાં તોડફોડ કરી હતી. સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે શખ્સ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text