હળવદના ચરાડવા અને કડીયાણા ગામે ભારે વરસાદમા ત્રણ મકાનોની દિવાલ ધારાશાયી

- text


જો કે સદનસીબે કોઈ જાનહાની ટળી

હળવદ : હળવદ પંથકમાં ગતરાત્રિના ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે મોટી નુકસાની થયાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે તાલુકાના ચરાડવા અને કડીયાણા ગામે મકાનની દીવાલ ધરાશાયી થઇ ગયાના બનાવો પણ સામે આવ્યા છે. જો કે સદનસીબે મકાનમાં રહેતા પરિવારોને કોઈ જાનહાની ન થયાનું જાણવા મળ્યું છે. હળવદ તાલુકાના ચરાડવા, કડીયાણા, માથક, સુંદરી ભવાની, સરંભડા, પાંડાતીરથ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારની રાત્રિએ પ્રચંડ ગાજવીજ સાથે મેઘરાજાએ વરસાદ વરસાવ્યો હતો. જેના કારણે પશુઓ તણાઈ ગયાના બનાવ બન્યા હતા. તેમજ ખેડૂતોને પણ મોટા પાયે નુકસાની થયાંનું જાણવા મળી રહ્યું છે અને ગ્રામ્ય વિસ્તારોની બજારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હોવાનું પણ લોકો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે ચરાડવા ગામે રહેતા હિંમતભાઈ ત્રિભોવનભાઇ સોનગરાનું મકાન કુવાકાંઠે હોય જેથી મકાનની દીવાલ ધરાશાયી થતા ઘરવખરી તેમજ મકાનો કાટમાળ કુવામાં ખાબકયો હતો. જ્યારે કડીયાણા ગામે રહેતા હીરાભાઈ ભરવાડ અને શાંતિભાઈ પટેલના મકાનની પણ દીવાલ ધરાશાયી થયાંનું સામે આવ્યું છે. જોકે સદનસીબે અન્ય કોઇ જાનહાનિ ન થયાનું જાણવા મળ્યું છે.

- text

જ્યારે બીજી તરફ ચરાડવા ગામે આવે તળાવમાં વરસાદી પાણીની આવકને પગલે તળાવ ઓવરફ્લો થઈ ગયું છે. જેના કારણે તળાવની બાજુમાં આવેલ આંબેડકર નગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય હતી.જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text