મચ્છુ 2 ડેમના 8 દરવાજા 4 ફૂટ સુધી ખોલાયા : મચ્છુ નદીમાં ઘોડાપુર, જુઓ વિડિઓ

- text


મોરબીના પાડાપુલ પાસેનો બેઠો પુલ બંધ કરાયો : મચ્છુ 1 ડેમ દોઢ ફૂટે ઓવર ફ્લો થતા મચ્છુ 2માં પાણીની તોતિંગ આવક : હાલ ડેમમાંથી 20712 ક્યુસેક પાણી છોડાય રહ્યું છે

મોરબી : મોરબી જિલ્લાના સૌથી મોટા અને મહાકાય મચ્છુ 2 ડેમ માં પાણીની તોંતિગ આવકના પગલે આજે સોમવારના બપોરે 1 વાગ્યે ડેમના એક સાથે 8 દરવાજા 4 ફૂટ સુધી ખોલી ડેમમાંથી 20712 ક્યુસેક પાણી છોડાતા મચ્છુ નદીમાં ધોડાપૂર આવ્યું તેવી સ્થિતિ સર્જાય છે.

મોરબી જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લામાં 6 થી 8 ઇંચ વરસાદ પડ્યો છે. જયારે મચ્છુ 1 અને મચ્છુ 2 ડેમના ઉપરવાસના વિસ્તારોમાં પણ સારા વરસાદના પગલે પેહેલેથી જ ઓવરફ્લો થય ગયેલા બંને ડેમોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. હાલ મચ્છુ 1 ડેમ દોઢ ફૂટે ઓવરફ્લો થઇ રહ્યો છે. જયારે મચ્છુ 2 ડેમમાં પાણીની તોતિંગ આવક નોંધાતા સોમવારે બપોરે 1 વાગ્યે મચ્છુ 2 ડેમના એકીસાથે 8 દરવાજા 4 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી છે. હાલ મચ્છુ 2 ડેમમાંથી 20712 ક્યુસેક પાણી છોડાય રહ્યું છે. જેના કારણે મચ્છુ નદીમાં ઘોડાપુર આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે. આજ સવાર થી મોરબીના પાડાપુલ પાસેના બેઠા પુલને અવર જવર માટે બંધ કરાયો છે. અને તંત્ર લોકોને મચ્છુ નદીના પટમાં ન જવા સૂચના આપી છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text