મોરબી જિલ્લામાં વરસાદને પગલે ખેડૂતોને મોટી નુકશાની થવાની શક્યતા

- text


હળવદ શહેરમાં આવેલા આનંદ બંગલોઝની ૨૦૦ ફૂટ દિવાલ વરસાદને પગલે ધરાશાયી થઈ ગઈ

હળવદ, મોરબી : મોરબી જિલ્લામાં આ વર્ષે ભારે અને સતત વરસાદના પગલે ખાસ કરીને પાકને નુકશાન થવાની શક્યતાએ ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. મોરબી, ટંકારા ઉપરાંત હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ગઇકાલ રાતથી જ મેઘરાજાએ વરસવાનું ચાલુ કરી દીધું હતું ત્યારે રાત્રી દરમિયાન તેમજ સવારથી બપોર સુધીમાં હળવદ પંથકમાં અંદાજે ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેનાથી ખેડુતોને મગફળી કપાસ અને તલમા મોટા પાયે નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે. મોરબી જિલ્લામામાં ફરીથી મેઘરાજાની સવારી શરૂ થઈ છે. પરંતુ આ વરસાદથી ખેડૂતોને ફાયદાની જગ્યાએ નુકસાની થવાની દહેશત વ્યકત કરાઈ રહી છે. કારણ કે મોરબી જિલ્લામાં આ વર્ષે સરેસાશ કરતા વધુ વરસાદ પડ્યો છે. મોરબી અને ટંકારા તેમજ હળવદમાં સતત વરસાદના પગલે પાકને મોટી નુકસાની થવાની ભીતિ છે.હળવડમાં ગઈ કાલ રાતથી જ મેઘાવી વાતાવરણ બન્યું છે રાત્રી તેમજ સવારથી બપોર સુધીમાં મેઘરાજાએ સટાસટી બોલાવી હતી જેના કારણે નીચાણવાળા વિસ્તારો તેમજ રસ્તાઓ પર પાણી ભરાવાના બનાવો પણ સામે આવ્યા છે સાથે જ શહેરમાં આવેલ રાણેકપર રોડ પર આનંદ બંગલોઝની ૨૦૦ ફૂટ જેટલી દિવાલ વરસાદને પગલે ધરાશાયી થઈ ગઈ હતી જોકે સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી તેમજ ૧૦૦ફૂટ જેટલી દિવાલ નમી પણ ગઈ છે. તો પંથકના ખેડૂતો દ્વારા મોટાભાગે હાલ મગફળીને કાઢી હોય ને ખેતરમાં સૂકવવા મૂકી હોય તેવા સમયે જ વરસાદ વરસતા તૈયાર થયેલો પાક નષ્ટ જવાની ભીતી સેવાઈ રહી છે તેમજ તલ અને કપાસમાં પણ વરસાદ ને પગલે મોટી નુકસાની થવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

- text

તો બીજી તરફ હળવદ તાલુકાના મિયાણી ગામે માઇનોર કેનાલમાં ગાબડું પડતાં કેનાલના પાણી ખેડૂતોના ઊભા કપાસમાં ભરાઈ ગયા છે જેથી વરસાદના અને કેનાલના પાણી ભરાઈ જતા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.

જ્યારે હળવદ તાલુકાના સરંભડા, સુંદરી ભવાની, ગોલાસણ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં આજે બપોરના વાદળ ફાટયું હોય તેમ વરસાદ વરસ્યો હતો જેના પગલે ગામની બજારો તેમજ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા.


Morbi Update ની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

 

- text