વરસાદ અપડેટ : બપોરે 2 થી 4માં ટંકારામાં પોણા બે ઇંચ

- text


ટંકારા : મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ ફરીથી પોતાની ઇનિંગ શરૂ કરી ખાસ કરીને ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે.

મોરબી જિલ્લામાં આજે શનિવારે બપોરે 12 થી 2માં મોરબીમાં એક ઇંચ અને વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ પડ્યા બાદ બપોરે 2 થી 4માં મેઘરાજાએ ટંકારાનો વારો લીધો હતો. ટંકારામાં બપોરે 2 થી 4 ની વચ્ચે 41mm એટલે લે પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મોરબીમાં ધીમીધારે 2mm અને હળવદ 3mm અને માળિયામાં 4 mm વરસાદ નોંધાયો છે. સતત વરસાદી માહોલના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. કારણ કે હવેનો વરસાદ પાક માટે ફાયદાકારક થવાના બદલે નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text