હળવદમાં સાંસદ મુંજપરાએ ઠાકોર સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી

- text


શિક્ષણ આરોગ્ય સહિતની બાબતો પર સમાજના અગ્રણીઓ સાથે ચર્ચાઓ કરવામાં આવી

હળવદ : આમ તો હળવદ તાલુકો મોરબી જિલ્લામાં આવતો હોય પરંતુ સંસદીય મત ક્ષેત્રે તો હળવદ સુરેન્દ્રનગરમાં છે. ત્યારે આજે સાંસદ મુજપરા દ્વારા હળવદ સર્કિટ હાઉસ ખાતે ઠાકોર સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી જેમાં શિક્ષણ આરોગ્ય સહિતના પ્રાથમિક મુદ્દા ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી. શહેરના સર્કિટ હાઉસમાં સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્ર મુજપરાના અધ્યક્ષ સ્થાને હળવદ ઠાકોર સમાજના અગ્રણીઓની એક બેઠક યોજવામાં આવી હતી જેમાં હળવદ ધાંગધ્રા ઠાકોર સમાજના અગ્રણી પપ્પુભાઈ ઠાકોર, ભરતભાઈ ગુણેશીયા, રમેશભાઈ ઝીંઝુવાડીયા, મેરાભાઈ વિઠ્ઠલાપરા, રસિકભાઈ પરમાર, રમેશભાઈ ઠાકોર, વાઘજીભાઈ ઠાકોર,મુનાભાઈ સુરેલા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

- text


Morbi Update ની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text