મોરબી : ડમ્પર ફરી વળતા બાઇક ચાલક વૃદ્ધનું મોત

- text


મોરબી : મોરબીના બંધુનગર ગામ પાસે હાઇવે રોડ પર ડમ્પર ચાલકે પાછળથી બાઇકને હડફેટે લીધા બાદ ડમ્પરના તોતીગ ટાયર બાઇક ચાલક વૃદ્ધ પર ફરી વળતા વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.આ બનાવ બાદ ડમ્પર ચાલજ ડમ્પર ત્યાં જ રેઢું મૂકીને ફરાર થઈ ગયો હતો. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ અમદાવાદના વતની અને મોરબીના લીલાપર ચોકડી પાસેના વિસ્તારમાં રહેતા પોપટભાઈ વશરામભાઈ ભંખોડીયા નામના વૃદ્ધ ગતતા.23ના રોજ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર બંધુનગર ગામ નજીક રોડ પરથી પોતાના બાઇક પર ધર તરફ જઈ રહ્યા હતા.તે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવતા જી.જે.12 બી 6505 નંબરના ડમ્પર ચાલકે આ બાઇકને પાછળથી હડફેટે લેતા વૃદ્ધ પર ડમ્પરના ટાયર ફરી વળતા તેમનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.આ અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ડમ્પર ત્યાંજ રેઢું મૂકીને ફરાર થઈ ગયો હતો.આ બનાવ અંગે મૃતકના પુત્ર વિક્રમકુમાર પોપટભાઈ ભખોડીયાએ આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ડમ્પર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text