મોરબીના મહેન્દ્રનગર ગામે આવતીકાલના નર્મદાના કાર્યક્રમનો બહિષ્કાર કરાશે

- text


દસ દિવસથી પાણી ન આવતા રોષે ભરાયેલા ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ નર્મદાનો કાર્યક્રમ નહિ થવા દેવોનો નિર્ણય લીધો

મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામે આવતીકાલે યોજાનાર નર્મદાના કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. વરસાદ સારો થયો હોય અને જળાશયો છલોછલ ભરાયેલા છતાં મહેન્દ્રનગર ગામને દસ દિવસથી તરસ્યું રખાતા રોષે ભરાયેલા ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ આવતીકાલનો નર્મદાનો કાર્યક્રમ નહિ થવા દેવાનો નિર્ણય લીધો છે.

મોરબીના મહેન્દ્રનગર ગામે આવતીકાલ મંગળવારે નર્મદાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.પણ મહેન્દ્રનગર ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ આ નમર્દાનો કાર્યક્રમ નહિ યોજવા દેવાની ચીમકી આપી છે અને પાણીની સમસ્યા મામલે ગ્રામજનોએ નર્મદાના કાર્યક્રમનો બેહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.વરસાદ ખૂબ જ સારા પ્રમાણમાં પડ્યો હોય અને જળાશયો છલોછલ ભરાયેલા હોવા છતાં મહેન્દ્રનગર ગામે દસ દિવસથી પાણી ન આવતા રોષે ભરાયેલા મહેન્દ્રનગર ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ કાલનો નર્મદાનો કાર્યક્રમ નહિ થવા દેવાનું જણાવ્યું હતું. આ મામલે પાણી પુરવઠા બોર્ડના અધિકારી સાદરિયાએ જણાવ્યું હતું કે, દસ દિવસ પહેલા પંપ ખરાબ થઈ ગયા બાદ મોટર બળી ગઈ હોવાથી પાણી વિતરણ ખોરવાયું હતું.

- text

આથી મહેન્દ્રનગર ગામે 10 દિવસથી પાણીની સમસ્યા સર્જાય હતી.નજરબાગ પંપ સ્ટેશનથી ભડિયાદ ,લાલપર, મહેન્દ્રનગર,ત્રાજપર,ધરમપુર, ટીંબડી એમ સાત ગામોને પાણી પૂરું પાડવામાં આવે છે.અંદાજીત 50 હજાર લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.પરંતુ આ ગામોમાં દસ દિવસથી પાણી વિતરણ ખોરાવાયુ હતું અને એક બે દિવસમાં નિયમિતપણે પાણી વિતરણ શરૂ થઈ જશે.જ્યારે નર્મદાના કાર્યક્રમનો વિરોધ અંગે તાલુકા મામલતદાર જાડેજાએ જણાવ્યું હતું કે,પાણી પ્રશ્ન હતો એ સોલ્વ થઈ ગયો છે હવે આવતીકાલે મહેન્દ્રનગર પાસેના રામધન આશ્રમે કાર્યક્રમ યોજાશે.જોકે મહેન્દ્રનગર ગામના અગ્રણી અશ્વિન બીપલીયાએ આ કાર્યક્રમ નહિ થવા દેવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.

- text