મોરબી પાટીદાર શિક્ષક સમાજની પાંચમી ચિંતન બેઠક સહીત સ્નેહમિલન સમારોહ યોજાયો

- text


મોરબી : મોરબીમાં રવાપર તાલુકા શાળા ખાતે ગત તા. 7 સપ્ટે.ના રોજ “હું” નહીં પણ “આપણે”ના સૂત્રને ચરિતાર્થ કરનાર મોરબી પાટીદાર શિક્ષક સમાજની પાંચમી ચિંતન બેઠક અને સ્નેહ મિલન સમારોહ યોજાઈ ગયો. આ ચિંતન બેઠક દર બીજા મહિનાના પ્રથમ શનિવારે આયોજિત થતી હોય છે.

આ બેઠકમાં મોરબી તાલુકાના બહોળી સંખ્યામાં પાટીદાર શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા. બેઠક અંતર્ગત સામાજિક, શૈક્ષણિક અને સંગઠનાત્મક વિકાસ માટે જરૂરી ચિંતન થયું હતું. તેમજ સામાજિક ઉત્થાન અર્થે સામાજિક સંસ્થાઓ સાથે રહી જરૂરી સેવાકીય યોગદાન માટે સૌ પાટીદાર શિક્ષકોએ સંકલ્પ લીધો હતો. પાટીદાર શિક્ષક કલબના વહીવટકર્તા અશ્વિનભાઈ એરણિયા અને જીજ્ઞેશભાઈ રાબડીયા દ્વારા કલબના નાણાકીય હિસાબો રજુ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આ બેઠકમાં ઉપસ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારી અને તેમની ટીમ દ્વારા બેંકની જુદી જુદી ફાઈનાન્સિયલ યોજનાઓ વિશે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.

- text

આ સમારોહમાં પ્રાથમિક શિક્ષણ ફલક પર પાટીદાર સમાજનું અદકેરું ગૌરવ વધારનાર એવા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મેળવનાર રમેશભાઈ કાલરીયા અને રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મેળવનાર હર્ષદભાઈ ટી. પટેલ (મારવણીયા)નું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. બંને શિક્ષકો દ્વારા તેમની શ્રેષ્ઠતા પાછળ સમાજના યોગદાન વિશે જરૂરી પ્રતિભાવ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ બેઠકના ભોજનના દાતા પાનેલી શાળાના શિક્ષક દિનકરભાઈ આર.સાણંદીયાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહ અંતર્ગત સંદીપ બી. આદ્રોજા દ્વારા મોરબી પાટીદાર શિક્ષક સમાજ તેમના કાર્યક્ષેત્રમાં ખૂબ જ સફળ અને સંગઠીત બને તેવું આહવાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના યજમાન રવાપર તાલુકા શાળાના આચાર્ય હિરેનભાઈ ધોરીયાણી, શિક્ષક મુકેશભાઈ અને તેમની ટીમ દ્વારા સુંદર વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શૈલેષ એ. ઝાલરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ મોરબી પાટીદાર શિક્ષક સમાજની આગામી છઠ્ઠી ચિંતન બેઠક નવેમ્બર માસના પ્રથમ શનિવારે મળશે તેવું યાદીમાં જાનવવામાં આવ્યું હતું.

- text