હળવદમાં જિલ્લા પંચાયત દ્વારા મચ્છરદાની નું વિતરણ કરાયું

- text


સુખપર અને શક્તિનગર ગામે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન હેમાંગભાઈ રાવલના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમ

હળવદ: હળવદ તાલુકાના સુખપર અને શક્તિનગર ગામે મોરબી જિલ્લા પંચાયત દ્વારા રોગચાળા સામે રક્ષણ મેળવવા ગર્ભવતી મહિલાઓને દવાયુક્ત મચ્છરદાની નું વિતરણ કરવામાં આવ્યું હતું.

મોટાભાગે ચોમાસાની ઋતુમાં રોગચાળો માથું ઉંચકતા હોય છે અત્યારે હાલ હળવદમાં પણ રોગચાળાએ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે દેખા દીધી છે. ત્યારે હાલ આરોગ્ય ટીમ દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના એક એક ઘર ખૂંદી વળી ફોગીંગ તેમજ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

- text

ત્યારે જિલ્લા પંચાયત દ્વારા પણ રોગચાળાને નાથવા વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં જિલ્લા પંચાયત ની આરોગ્ય શાખા દ્વારા હળવદ તાલુકાના સુખપર અને શક્તિનગર ગામે ગર્ભવતી મહિલાઓને સ્વસ્થ સુરક્ષા માટે દવાયુક્ત મચ્છરદાની નું વિતરણ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન હેમંતભાઈ રાવલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી અને જિલ્લા આરોગ્ય શાખા દ્વારા વિવિધ રોગચાળા સામે રક્ષણ મેળવવા માહિતગાર કર્યા હતા.

- text