ટંકારાની આર્ય વિદ્યાલયના છાત્રોનો વિવિધ સ્પર્ધાઓમાં ઉજળો દેખાવ

- text


ટંકારા : મોરબીમાં ભારતીય વિકાસ પરિષદ દ્વારા વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં ટંકારાની આર્ય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સમૂહ ગાન સ્પર્ધામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. આ ઉપરાંત ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ ઘોડાસર હાર્દિકે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. તેમજ શાળાકીય રમતોત્સવની વિવિધ સ્પર્ધાઓ જેવી કે રસાખેંચમાં અંડર-19ની ભાઈઓની ટીમ પ્રથમ ક્રમાંકે, કબ્બડીમાં અંડર-19ની બહેનોની ટીમ ક્રમાંકે તથા રસાખેંચમાં અંડર-19ની ભાઈઓની ટીમ પ્રથમ ક્રમાંકે વિજેતા બની હતી. આ તમામ વિદ્યાર્થીઓને શાળા દ્વારા સન્માનપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છા આપવામાં આવી હતી.

- text