મોરબી : પીજીવીસીએલના સબ ડિવિઝનમાં ડેપ્યુટી એન્જીનીયર અને ક્લાર્ક વચ્ચે ફડાકા વારી

- text


ગ્રાહકોની ફરિયાદને કારણે ક્લાર્ક વિરુદ્ધ ઉપરી અધિકારી પાસે રિપોર્ટ કર્યાનો ખાર રાખીને કલાકે માર મર્યાની ડેપ્યુટી એન્જિનિયરે ફરિયાદ નોંધાવી : સામાપક્ષે ક્લાર્કએ પણ આ અધિકારી વધુ પડતું કામ આપીને હેરાન કરતા હોવાની વળતી ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબી નજીક પીપળીયા ચોકડી પાસે આવેલ પીજીવીસીએલના સબ ડિવિઝનમાં આજે કામગીરી મામલે હુસાતુસી થયા બાદ ડેપ્યુટી એન્જિનિયર અને જુનિયર ક્લાર્ક વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં ગ્રાહકોની વધુ ફરિયાદ આવતી હોવા છતાં નિકાલ ન કરતા જુનિયર ક્લાર્ક વિરુદ્ધ ઉપરી અધિકારીને રિપોર્ટ કર્યો હોય એ બાબતનો ખાર રાખીને આ જુનિયર ક્લાર્ક ડેપ્યુટી એન્જિનિયરને માર માર્યો હોવાની તેમણે ફરિયાદ કરી હતી. તો સામાપક્ષે ક્લાર્કએ પણ તેમની સામે કામ બાબતે હેરાન કરતા હોવાની વળતી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદથી મોરબીના વીજતંત્રમાં ભારે ચકચાર મચી છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો અનુસાર મોરબીના વાઘપરા વિસ્તારમાં રહેતા અને પીપળીયા ચોકડી પાસે આવેલ માળીયા હેઠળના ગામો માટેના પીજીવીસીએલના સબ ડિવિઝનમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા દેવેન્દ્ર રામજીભાઈ સતવારાએ તે જ સબ ડિવિઝનમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જીજ્ઞેશ હરિલાલ ડોમડિયા સામે માર મર્યાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે માળીયા હેઠળના ગામોમાં વીજળીની કામગીરી બાબતે સ્થાનિકોની તથા માળીયા સરપંચ એસોસિએશન તરફથી ફરિયાદો ઉઠતા આ જુનિયર ક્લાર્કની બેદરકારી અંગે ડેપ્યુટી એન્જિનિયરે ઉપરી અધિકારીને રિપોર્ટ કર્યો હતો. તેથી આ બાબતનો ખાર રાખીને જુનિયર ક્લાર્કએ આજે પોતાના ઉપરી અધિકારી ડેપ્યુટી એન્જિનિયરને આડે હાથ લઈને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજે ફડાકા મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં જુનિયર ક્લાર્કએ ડેપ્યુટી એન્જિનિયર સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે આરોપી તેમના ઉપરી અધિકારી હોય અને વધુ પડતું કામ આપીને હેરાન કરતા આજે આ બાબતે રજુઆત કરવા જતાં ઉશ્કેરાયેઇ જઈને આરોપીએ તેમની સાથે ઝપાઝપી કરી હતી. પોલીસે બન્નેની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text