મધ્યપ્રદેશમાં હત્યા કરીને મોરબી ભાગી આવેલા બે આરોપીઓ ઝડપાયા

- text


એલસીબીએ બન્ને આરોપીઓને મોરબીથી ઝડપી લીધા

મોરબી : મધ્યપ્રદેશથી એક યુવાનની હત્યા કરીને બે શખ્સો ભાગીને મોરબી આવ્યા હોવાની જાણે થતા એલસીબીએ તાકીદે આ બન્ને આરોપીઓને ઝડપી લઈને મધ્યપ્રદેશની પોલીસના હવાલે કરી દીધા હતા.

- text

આ બનવાની મોરબી એલસીબી ટીમ પાસેથી મળતી વિગતો અનુસાર મધ્યપ્રદેશ રાજ્યના ચાર જિલ્લાના કુક્ષી પોલીસ સ્ટેશનમાં ગઇકાલે હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં મધ્યપ્રદેશમાં એક યુવાનની કરપીણ હત્યા કરીને બે આરોપીઓ મોરબી ભાગી આવ્યા હોવાની જાણ થતાં એસઓજીના શંકરભાઇ ડોડીયાને મળેલી બાતમીના આધારે એલસીબી સ્ટાફએ હત્યાના ગુનાના બે આરોપીઓ કરન ઉર્ફે કરું છગન આદિવાસી તથા શકદાર શંકર કલસિંહ આદિવાસી રહે બન્ને મધ્યપ્રદેશવાળાઓને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધા હતા. આ બનાવમાં રેખાબેન આદિવાસી નામની મહિલાને તેના પ્રેમી આરોપી કરન અદિવાસીએ મૃતક યુવાનને પોતાની પત્ની બનાવી ગુજરાત લઈ આવવા મામલે મૃતકના પિતા આરોપી સાથે મળીને હત્યા કરી હોવાનું ખુલ્યું હતું.હાલ એલસીબીએ બન્ને આરોપીઓને ઝડપીને મધ્યપ્રદેશ પોલીસના હવાલે કરી દીધા હતા. જોકે ચાલુ વર્ષમાં મોરબી એલસીબીએ મધ્યપ્રદેશના ગંભીર ગુનાના સાત જેટલા આરોપીઓને પકડીને સોંપી દીધા હતા.

- text