કોઈ પણ જાતની જાણ કર્યા વગર મોરબીની પીપીડબ્લ્યુ પોસ્ટ ઓફિસનું રિલીફનગરમાં સ્થળાંતર

- text


નવી જગ્યાએ એક જે ટેબલ સમાઈ તેવી સાંકડી જગ્યા હોવાથી સ્ટાફની સાથે સ્થાનિકોને હેરાનગતિ : પોસ્ટ ઓફિસની વિવિધ કામગીરી માટે લોકોને થતા ધક્કા

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ વર્ષો જૂની પીપીડબ્લ્યુ પોસ્ટ ઓફિસનું અચાનક જ કોઈ પણ જાતની જાણ કર્યા વગર રિલીફ નગરમાં સ્થળાંતર કરી દેવાતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. કોઈપણ જાતની જાણ કર્યા વગર પોસ્ટ તંત્રએ મનસ્વી નિર્ણય લઈને અચાનક જ નવી જગ્યાએ એક જ ટેબલ સમાય તેવી સાંકડી જગ્યામાં આ પોસ્ટ ઓફિસનું સ્થળાંતર કરી દેવાતા સ્ટાફની સાથે સ્થાનિક લોકોને ભારે અગવડતા પડી રહી છે. સ્પીડ પોસ્ટ કે અન્ય પોસ્ટ ઓફિસના કામો માટે સ્થાનિક લોકોને ભારે ધક્કા થઈ રહ્યા છે.

- text

મોરબીના સામાકાંઠે આવેલ પરશુરામ પોટરી પોસ્ટ ઓફિસને થોડા દિવસો પહેલા પોસ્ટ તંત્રએ કોઈપણ જાતની જાણ કર્યા વગર મનસ્વી નિર્ણય લઈને રિલીફ નગરમમાં સ્થળાંતર કરી દેવામાં આવી છે. જોકે રિલીફ નગરમાં જે જગ્યાએ પીપીડબ્લ્યુ પોસ્ટ ઓફિસ શિફ્ટ કરી છે. ત્યાં એક જ રૂમની સાંકડી જગ્યા છે અને એક જ ટેબલ રહે તેવી વ્યવસ્થા છે. તેથી સ્ટાફને પણ બેસવાની પુરી વ્યવસ્થા ન હોય ત્યાં લોકો માટે ઉભા રહેવાની જગ્યા ન હોય એ સ્વભાવિક છે. ત્રણથી વધારે લોકો હોય તો તેમને બહાર ઉભું રહેવું પડે તેમ છે. હાલ વરસાદમાં ભારે લોકોને બારે ઉભું રહેવું પડતું હોવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જયારે રજીસ્ટર સ્પીડ પોસ્ટ સહિતના પોસ્ટને લગતા કામો માટે નેશનલ હાઇવે પર સ્થિત ઉધોગોને અને સોઓરડી, સહિતના અનેક વિસ્તારના લોકોને ધક્કા કરવા પડે છે. જોકે આની સામે પીપીડબ્લ્યુ પોસ્ટ ઓફિસમાં વિશાળ જગ્યા હતી એટલે સ્થાનિક લોકોને પોસ્ટના કામો માટે અગવડતા પડતી ન હતી અને સ્ટાફ માટે પણ ખૂબ જ અનુકૂળતા હતી. તેથી સામાકાંઠે આવેલ તમામ વસ્તારના લોકોને મુશ્કેલી બિલકુલ ન હતી. ત્યારે આ પોસ્ટ ઓફિસને બીજી જગ્યાએ જે સુવિધાઓનો અભાવ છે ત્યાં શિફ્ટ કરી દેવાતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પીપીડબ્લ્યુ પોસ્ટ ઓફિસનું મકાન જર્જરિત હોવાથી શિફ્ટ કરી : પોસ્ટ તંત્ર

પીપીડબ્લ્યુ પોસ્ટ ઓફિસને રિલીફ નગરમાં સ્થળાંતર કરી દેવાતાં સ્થાનિકોને પડી રહેલી હાલાકી અંગે પૂછતાં રાજકોટના પોસ્ટ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પીપીડબ્લ્યુ પોસ્ટ ઓફિસ જર્જરિત હતી .આથી વરસાદમાં પાણી પડે છે અને ત્યાં અવારનવાર ચોરીના બનાવો પણ બને છે.આથી પોસ્ટ વિભાગની સરકારી વસાહત લાલબાગ પાછળ રિલીફ નગર પાસે જગ્યા છે. ત્યાં નવું મકાન બનાવીને ત્યાં આ પીપીડબ્લ્યુ પોસ્ટ ઓફિસ શરૂ કરી છે અને આગામી સમયમાં ત્યાં શેડ બનાવવાની પણ વિચારણા ચાલી રહ્યાનું જણાવ્યું હતું.

- text