મોરબી : એક વર્ષ પહેલાં બનેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાની કમ્પાઉન્ડ વોલ ધરાશાઈ

- text


મોરબી : બે દિવસ પહેલા વરસાદને કારણે એકાદ વર્ષ પહેલાં જ નિર્માણ પામેલા પ્રધાનમંત્રી આવાસ યોજનની કમ્પાઉડ વોલ ધરાશાઈ થઈ જતા કામમાં થયેલો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે.

કંડલા બાયપાસ પાસે એકાદ વર્ષ પહેલાં જ બનેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાના કમ્પાઉન્ડ ફરતે બાંધવામાં આવેલી દીવાલ બે દિવસ પહેલા વરસાદમાં ધરાશાઈ થઈ જતા કામમાં થયેલી ગેરરીતિ સામે આવી છે. આ યોજનાના લાભાર્થીઓ અહીં રહેવા પણ આવી ગયા છે. ત્યારે સદભાગ્યે દીવાલ ધડાકાભેર તૂટી એ સમયે કોઈ રહેવાસી દીવાલની નજીક ન હોવાથી કોઈ જાનહાની થઈ નથી. પણ એકાદ વર્ષ પહેલાં નિર્માણ પામેલી યોજનામાં કેવું લોટ, પાણી અને લાકડા જેવું કામ થયું હશે તે સ્પષ્ટ થઈ ગયું છે. હવે જ્યારે દીવાલ ઘસી પડી છે ત્યારે રહેણાંકોની પણ તટસ્થ એજન્સી મારફતે ચકાસણી થાય એ રહેવાસીઓના હિતમાં રહેશે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે.

- text