મોરબીના ચકચારી સિંચાઈ કૌભાંડમાં રૂ.17 કરોડની ગોલમાલ થયાનો ઘટસ્ફોટ

- text


ગાંધીનગરથી દોડી આવેલી 5 ટીમોની સઘન તપાસમાં ખુલ્યું

મોરબી : મોરબી જિલ્લાના ચકચારી સિંચાઈ કૌભાંડની તટસ્થ તપાસ માટે ઉચ્ચસ્તરીય તપાસના આદેશો છૂટતા ગાંધીનગરથી 5 ટીમોએ તપાસ આદરી હતી. છ મહિના બાદ આ તપાસનો આજે રિપોર્ટ જાહેર કરાતા સિંચાઈ કૌભાંડમાં રૂ 17 કરોડની ગોલમાલ થયાનો ઘટસ્ફોટ થયો છે અને હજુ પણ આગળની તપાસ ચાલી રહી છે.

મોરબી જિલ્લાની નાની સિંચાઈ યોજનામાં જે તે સમયે મહાકૌભાંડ થયું હોવાનું બહાર આવ્યા બાદ ઉચ્ચસ્તરીય તપાસ પણ થઈ હતી.અને ત્યાર બાદ સ્થાનિક પોલીસની તપાસમાં અનેક મોટા માથાઓની સંડોવણી પણ બહાર આવી હતી.ખાસ કરીને અનેક રાજકીય આગેવાનોને આ સિંચાઈ કૌભાંડમાં રેલો આવ્યો હતો અને અત્યાર સુધીમાં અનેકની ધરપકડ પણ થઈ છે. હજુ કેટલાક મોટા માથાઓની ધરપડકના ભણકારા વાગી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાના સિંચાઈ કૌભાંડની યોગ્ય તપાસના ઉચ્ચસ્તરીય આદેશ છૂટતા ગાંધીનગરથી પાંચ ટીમોએ સઘન તપાસ હાથ ધરી હતી. છ મહિના સુધી ચાલેલી આ તપાસની પ્રક્રિયા બાદ આજરોજ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

- text

આ રિપોર્ટના ખુલ્યું છે કે નાની સિંચાઈ યોજના હેઠળ રૂ.30 કરોડના ખર્ચે 334 કામો હતા. એમાંથી રૂ.20 કરોડનું પેમેન્ટ ચૂકવાય ગયું હતું. આ 20 કરોડના કામોમાં રૂ.17 કરોડની ગોલમાલ થઈ છે. અને આ બાબતે વધુ તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે .જોકે સિંચાઈ કૌભાંડમાં નિતનવા ફણગા ફૂટી રહ્યા છે.ત્યારે રૂ 17 કરોડની ગોલમાલ બહાર આવતા અનેકના તપેલા ચડી જાય તેવી શક્યતાઓ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text