મોરબીમાં વીજ ધાંધીયા અંગે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત

- text


મોરબી : મોરબીના પરાબજારમાં વરસાદના લીધે વારંવાર લાઈટ ચાલી જાય છે. જેને કારણે વેપારીઓ, વિદ્યાર્થીઓ, ડોક્ટર્સ વગેરેને કામમાં ભારે મુશ્કેલી પડે છે. આ અંગે મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે.

મોરબીના જિલ્લા સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ મોરબીમાં ધીમો વરસાદ હોવા છતાં વારંવાર અને લાંબા સમય માટે લાઈટ જતી રહે છે, એ બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે. લાલજીભાઈનું કહેવું છે, કે જી.ઈ.બી. દ્વારા બાર મહિના સુધી રિપેરિંગ થતું નથી. છેલ્લા એક માસમાં વારંવાર પાંચ-પાંચ કલાક માટે લાઈટ ચાલી જતા વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ઇલેકટ્રીસીટીના અભાવે કોમ્પ્યુટર બંધ થઇ જતા ઘણા વિદ્યાર્થીઓ સમયમર્યાદામાં ફોર્મ ભરી શકતા નથી. ઉપરાંત ડોક્ટર પણ પોતાનું કાર્ય કરવામાં મુશ્કેલી અનુભવે છે. તદુપરાંત બોર્ડ માસિક બિલ ઉઘરાવવાને બદલે બે મહિને બિલ ઉઘરાવતું હોવાની ફરિયાદ પણ લાલજીભાઈ દ્વારા કરવામાં આવે છે. તેમજ તેઓએ જણાવ્યું છે, કે મોરબીના ઈલેક્ટ્રીસીટી બોર્ડે મુંબઈના ઈલેક્ટ્રીસીટી બોર્ડ પાસેથી શીખવું જરૂરી છે, કારણ કે મુંબઈમાં છવ્વીસ ઈંચ વરસાદ પડ્યો હોવા છતાં લાઈટ જતી નથી, જયારે મોરબીમાં ધીમીધારનો વરસાદ પડે છે, તેમ છતાં વારંવાર લાઈટના ધાંધિયા થાય છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text